૧૮ ][ પંચસ્તોત્ર
छत्रत्रयं तव विभाति शशांककांत –
मुच्चैः स्थितं स्थगितभानुकरप्रतापम् ।
मुक्ताफलप्रकरजालविवृद्धशोभं
प्रख्यापयन्निजगतः परमेश्वरत्वम् ।।३१।।
ઢાંકે પ્રકાશ રવિનો, શશિતુલ્ય રમ્ય,
મોતી સમૂહ રચનાથી દીપાયમાન;
એવાં પ્રભુજી તમને ત્રણ છત્ર શોભે,
ત્રૈલોકનું અધિપતિપણું તે જણાવે. ૩૧.
ભાવાર્થ : — હે ભગવાન્! તારા સહિત ચંદ્રમા જેવા મનોહર,
સૂર્યનાં કિરણના તાપનું નિવારણ કરનાર અને મોતીઓના સમૂહની રચનાથી
શોભાયમાન, એવા આપના ઉપર રહેલાં ત્રણ છત્રો શોભી રહ્યાં છે તે જાણે
જગતમાં આપનું અધિપતિપણું જાહેર કરતાં હોય એમ શોભે છે. ૩૧.
गंभीरताररवपूरितदिग्विभाग –
स्त्रैलोकयलोकशुभसंगमभूतिदक्षः ।
सद्धर्मराजजयघोषणघोषकः सन्,
खे दुंदुभिर्ध्वनति ते यशसः प्रवादी ।।३२।।
ગંભીર ઊંચ સ્વરથી પુરી છે દિશાઓ,
ત્રૈલોકને સરસ સંપદ આપનારો;
સદ્ધર્મરાજ જયને કથનાર ખુલ્લો,
વાગે છે દુંદભી નભે યશવાદી તારો. ૩૨.
ભાવાર્થ : — હે નાથ! જેણે પોતાના ગંભીર અને મનોહર શબ્દો
વડે દિશાઓને શબ્દમય કરી દીધી છે, ત્રિભુવનના પ્રાણીઓને ઉત્તર
વસ્તુઓ પ્રાપ્ત કરાવવામાં સમર્થ છે, જે સદ્ધર્મરાજ અર્થાત્ પરમ ભટ્ટારક,
તીર્થંકર ભગવાનની સંસારમાં જયઘોષણા કરી રહ્યા છે, અર્થાત્ એ બતાવી