ભક્તામરસ્તોત્ર ][ ૧૯
રહ્યા છે કે પવિત્ર ધર્મના અધિશ્વર અને પ્રવર્તક આપ જ છો એવી રીતે
આપનો જે સુયશ પ્રગટ કરી રહ્યા છે તેના દુંદુભિ આકાશને વિષે
જયઘોષણા કરી તેની ગર્જના કરી રહ્યા છે. ૩૨.
मंदारसुंदरनमेरुसुपारिजात –
सन्तानकादिकुसुमोत्करवृष्टिरुद्धा ।
गंधोदबिंदुशुभमंदमरुत्प्रपाता
दिव्या दिवः पतति ते वचसां ततिर्वा ।।३३।।
મંદાર સુંદર નમેરુજ પારિજાતે,
સંતાનકાદિ ફુલની બહુ વૃષ્ટિ ભારે;
પાણીકણે સુરભિ મંદ સમીર પ્રેરે,
શું દિવ્ય વાણી તુજ સ્વર્ગ થકી પડે તે. ૩૩.
ભાવાર્થ : — મંદાર, સુંદર નમેરૂ, પારિજાત અને સંતાનક ઇત્યાદિ
કલ્પવૃક્ષોના ફૂલોની જે દિવ્ય વૃષ્ટિ, સુગંધદાર પાણીના બિંદુઓ વડે શીતળ
અને મંદ વાયુએ પ્રેરાયેલી, સ્વર્ગમાંથી ઘણી જ પડે છે. તે જાણે આપના
દિવ્યધ્વનિની માળા જ પડતી હોય એમ શું નથી? ૩૩.
शुंभत्प्रभावलयभूरिविभा विभोस्ते
लोकत्रये द्युतिमतां द्यतिमाक्षिपन्ती ।
प्रोद्यद्विवाकरनिरंतरभूरिसंख्या
दीप्त्या जयत्यपि निशामपि सोमसौम्याम् ।।३४।।
શોભે વિભો પ્રસરતી તુજ કાન્તિ હારે,
ત્રૈલોકના દ્યુતિ સમૂહની કાન્તિ ભારે;
તે ઉગતા રવિસમી બહુ છે છતાંયે,
રાત્રિ જીતે શીતલ ચંદ્ર સમાન તેજે. ૩૪.
ભાવાર્થ : — હે પ્રભુ! ત્રિભુવનના બધા કાન્તિવાન પદાર્થોની