ભક્તામરસ્તોત્ર ][ ૨૧
એવા જિનેન્દ્ર તુમ પાદ ડગો ભરે છે,
ત્યાં કલ્પના કમળની વિબુધો કરે છે. ૩૬.
ભાવાર્થ : — હે જિનેન્દ્ર! સુવર્ણના નવા ખીલેલાં કમળોના સમૂહની
કાન્તિ જેવી પ્રસરી રહેલા નખોના કિરણોની પંક્તિ વડે જે સુંદર દેખાય
છે એવા આપના ચરણો પૃથ્વી ઉપર જ્યાં જ્યાં આપ ધરો છો, તે તે ઠેકાણે
દેવો સુવર્ણકમળની રચના કરે છે. ૩૬.
इत्थं यथा तव विभूतिरभूज्जिनेंद्र !
धर्मोपदेशनविधौ न तथा परस्य ।
याद्वक् प्रभा दिनकृतः प्रहतांधकारा
ताद्रक्कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ।।३७।।
એવી જિનેન્દ્ર થઈ જે વિભૂતિ તમોને,
ધર્મોપદેશ સમયે નહિ તે બીજાને;
જેવી પ્રભા તિમિરહારી રવિતણી છે,
તેવી પ્રકાશિત ગ્રહોની કદિ બની છે? ૩૭.
ભાવાર્થ : — હે જિનેન્દ્ર! સમવસરણ વખતે જે પ્રકારની સંપત્તિઓ
ધર્મનો ઉપદેશ કરતી વખતે આપને પ્રગટ થઈ તેવી અન્ય દેવો પૈકી કોઈને
કદી પણ થઈ નહીં. એ સાચું છે કે ગાઢ અંધકારનો નાશ કરવાવાળા
સૂર્યની પ્રભા જેવી પ્રભા નક્ષત્રોની થતી નથી. ૩૭.
श्च्योतन्मदाविलविलोलकपोलमूल —
मत्तभ्रमद्भ्रमरनादविवृद्धकोपम् ।
ऐरावताभमिमुद्धतमापतंतं,
दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ।।३८।।
વ્હેતા મદે મલિન ચંચળ શિર તેવો,
ગુંજારવે ભ્રમરના બહુ ક્રોધી એવો;