૨૨ ][ પંચસ્તોત્ર
ઐરાવતે તુલિત ઉદ્ધત હાથી સામે,
આવેલ જોઈ તુમ આશ્રિત ભો ન પામે. ૩૮.
ભાવાર્થ : — જેનું ગંડસ્થળ ઝરતા મદ વડે કરીને ખરડાયેલું છે,
વળી જે માથું ધુણાવ્યા કરે છે અને તેની આજુબાજુ ભમતા ઉન્મત્ત
ભમરાઓના ગુંજારવ વડે જેનો કોપ વૃદ્ધિને પામેલો છે, એવો જે ઉદ્ધત
ઐરાવત હાથી પણ જો કદાચ સામો આવે તોપણ તેને દેખીને આપનો જે
આશ્રિત હોય છે તેને ભય ઉપજતો નથી. ૩૮.
भिन्नेभकुंभमगलदुज्वलशोणिताक्त —
मुक्ताफलप्रकरभूषितभूमिभागः ।
बद्धत्र्क्रमः क्रमगतं हरिणाधिपोऽपि,
नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते ।।३९।।
ભેદી ગજેન્દ્ર શિર શ્વેત રુધિરવાળા,
મોતી સમૂહ થકી ભૂમિ દીપાવી એવા;
દોડેલ સિંહ તણી દોટ વિષે પડે જે,
ના તુજ પાદ – ગિરિ આશ્રયથી મરે તે. ૩૯.
ભાવાર્થ : — જેણે હાથીઓના કુંભસ્થળ છેદીને (તેમાં છેદ
પાડીને) તેમાંથી ગળતાં ઉજ્જ્વળ અને લોહીથી ખરડાયલા મોતી વડે
પૃથ્વી શોભાવી છે; એવા બળવાન દોડતા સિંહના અડફટમાં જો માણસ
આવી પડ્યો હોય તો તે પણ જો આપના ચરણરૂપી પર્વતનો આશ્રય લે
તો તેને સિંહ પણ મારી શકતો નથી – આક્રમણ કરી શકતો નથી – પંજામાં
લઈ શકતો નથી. ૩૯.
कल्पांतकालपवनोद्धतवह्निकल्पं,
दावानलं ज्वलितमुज्जवलमुत्स्फु लिंगम् ।
विश्वं जिघत्सुभिव संमुखमापतंतं
त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ।।४०।।