ભક્તામરસ્તોત્ર ][ ૨૩
જે જોરમાં પ્રલયના પવને થયેલો,
ઓઢા ઉડે બહુ જ અગ્નિ દવે ધીકેલો;
સંહારશે જગત સન્મુખ તેમ આવે,
તે તુજ કીર્તનરૂપી જળ શાંત પાડે. ૪૦.
ભાવાર્થ : — જો પ્રલયકાળના પવનથી ઉદ્ધત થયેલો અગ્નિ જેની
અંદરથી ઘણા તણખા ઉડે છે અને ઘણા જ પ્રકાશવાળો છે એવો દાવાનળ
વનનો અગ્નિ જાણે જગતને બાળી નાંખવાની ઇચ્છા કરતો હોય નહીં, તેવો
જોરમાં સળગતો સળગતો અગ્નિ સન્મુખ આવે તો તેને પણ આપના
નામનું કીર્તન – સ્તવન રૂપી જળ સમગ્ર રીતે બુઝાવી નાંખે છે. ૪૦.
रक्तेक्षणं समदकोकिलकंठनीलं,
क्रोधोद्धतं फणिनमुत्फ णमापतंतम् ।
आक्रामति क्रमयुगेन निरस्तशंक –
स्त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ।।४१।।
જે રક્ત – નેત્ર, પીકકંઠ સમાન કાળો,
ઊંચી ફણે સરપ સન્મુખ આવનારો;
તેને નિઃશંક જન તેહ ઉલંઘી ચાલે,
ત્વં નામ નાગદમની દિલ જેહ ધારે. ૪૧.
ભાવાર્થ : — લાલચોળ આંખોવાળા મદોન્મત્ત અને કોયલના કંઠ
જેવો કાળો અને ક્રોધે કરીને છંછેડાયેલો એવો સર્પ ઊંચી ફેણ કરીને સામો
ધસી આવતો હોય તેને પણ, જે માણસની પાસે આપના નામરૂપી
નાગદમની ઔષધિ હોય તો તે માણસ નિશંકપણે તેને ઓળંગી જાય છે —
એવો સાપ પણ આપના ભક્તને કરડી શકતો નથી. ૪૧.
वल्गत्तुरंगगजगर्जितभीमनाद –
माजौ बलं बलवतामपि भूपतीनाम् ।