૨૪ ][ પંચસ્તોત્ર
उद्यद्विाकरमयुखशिखापविद्धं,
त्वत्कीर्तनात्तम ईवाशु भिदामुपैति ।।४२।।
નાચે તુરંગ ગજ શબ્દ કરે મહાન,
એવું રણે નૃપતિનું બળવાન સૈન્ય;
ભેદાય છે તિમિર જેમ રવિ કરેથી,
છેદાય શીઘ્ર ત્યમ તે તુજ કીર્તનેથી. ૪૨.
ભાવાર્થ : — જેની અંદર ઘોડાઓ કૂદી રહ્યા છે અને હાથીઓની
ગર્જનાના ભયાનક શબ્દો ગૂંજી રહ્યા છે. એવા રણને વિષે રહેલા બળવાન
રાજાના સૈન્યને પણ, જેમ ઉદય પામેલા સૂર્યનાં કિરણોની શિખાઓ વડે,
અંધકારનો નાશ કરી શકાય છે તેવી રીતે આપના કીર્તનથી અને ભક્તિથી
જીતી શકાય છે. ૪૨.
कुंताग्रभिन्नगजशोणितवारिवाह –
वेगावतारतरणातुरयोधभीमे,
युद्धे जयं विजितदुर्जयजेयपक्षा –
स्त्वत्पादपंकजवनाश्रयिणो लभंते ।।४३।।
બર્છી થકી હણિત હસ્તિ રૂધિર વ્હે છે,
યોદ્ધા પ્રવાહ થકી આતુર જ્યાં તરે છે;
એવા યુદ્ધે અજીત શત્રુ જીતેજનો તે –
ત્વત્પાદપંકજરૂપી વન શર્ણ લે જે. ૪૩.
ભાવાર્થ : — ભાલાઓની અણીઓ વડે છેદાઈ ગયેલા હાથીઓના
રૂધિરનો પ્રવાહ જ્યાં આગળ વહે છે અને જ્યાં તે પ્રવાહની અંદર યોદ્ધાઓ
તરવામાં આતુર થઈ ગયા છે એવા ભયાનક યુદ્ધને વિષે, જેને આપના
ચરણકમળરૂપી વનનો આશ્રય હોય છે તેઓ અજિત શત્રુઓને પણ જીતી
શકે છે. ૪૩.