૨૬ ][ પંચસ્તોત્ર
आपादकंठमुरुशृंखलवेष्टितांगा
गाढं बृहन्निगडकोटिनिघृष्टजंघाः ।
त्वन्नाममंत्रमनिशं मनुजाः स्मरंतः
सद्यः स्वयं विगतबंधभया भवंति ।।४६।।
બેડી જડી પગથી છેક ગળા સુધીની,
તેની ઝીણી અણિથી જાંગ ઘસાય જેની;
એવા અહોનિશ જપે તુજ નામમંત્ર,
તો તે જનો તુરત થાય રહિત બંધ. ૪૬.
ભાવાર્થ : — હે નાથ! જેના પગથી માથા સુધી આખું શરીર મોટી
મોટી લોઢાની સાંકળોથી ખૂબ મજબૂત જકડાઈ ગયું છે તથા કઠોર, તીક્ષ્ણ
બેડીઓથી જેઓની જાંઘો ખૂબ ઘસાઈ રહી છે એવા લોક પણ આપના
નામરૂપી પવિત્ર મંત્રનું નિરંતર સ્મરણ કરવાથી બહુ જલદીથી એ બંધનના
ભયથી મુક્ત થઈ જાય છે. ૪૬.
मत्तद्विपेंद्रमृगराजदवानलाहि –
संग्रामवारिधिमहोदरबंधनोत्थम् ।
तस्याशु नाशमुपयाति मयं भियेव
यस्तावकं स्तवमिमं मतिमानधीते ।।४७।।
જે મત્ત હસ્તિ, અહિ, સિંહ, દવાનલાગ્નિ,
સંગ્રામ, સાગર, જલોદર, બંધનોથી;
પેદા થયેલ ભય તે ઝટ નાશ પામે,
ત્હારૂં કરે સ્તવન આ મતિમાન પાઠે. ૪૭.
ભાવાર્થ : — હે નાથ! જે બુદ્ધિમાન મનુષ્ય આ સ્તોત્રનો નિરંતર
(હરહંમેશ) પાઠ કરે છે તે ઉન્મત્ત હાથી, સિંહ, દાવાનળ, સર્પ, યુદ્ધ,
સમુદ્ર, જલોદર અને બંધન વિગેરેથી થતા ભયથી તુરત જ મુક્ત થઈ જાય
છે. મતલબ કે એવા લોકો આગળથી ભય ડરી ગયો હોય તેમ નષ્ટ થઈ
જાય છે. ૪૭.