ભક્તામરસ્તોત્ર ][ ૨૭
स्तोत्रस्त्रजं तव जिनेंद्र गुणैर्निबद्धां,
भक्त्या मया विविधवर्णविचित्रपुष्पाम् ।
धत्ते जनो य इह कण्ठगतामजस्त्रं,
तं मानतुंगमवशा समुपैति लक्ष्मीः ।।४८।।
આ સ્તોત્ર – માળ તુજના ગુણથી ગુંથી મૈં
ભક્તિથકી વિવિધ વર્ણરૂપી જ પુષ્પે;
તેને જિનેન્દ્ર! જન જે નિત્ય કંઠ નામે,
તે માનતુંગ અવશા શિવ લક્ષ્મી પામે. ૪૮.
ઇતિ આદિનાથ સ્તોત્રં
ભાવાર્થ : — હે જિનેન્દ્ર! આપના પવિત્ર ગુણોથી અથવા પ્રસાદ
આદિ માધૂર્ય આદિ ગુણોથી ગુંથાએલી આ સ્તોત્રરૂપી માળાને જે મનુષ્ય
પોતાના કંઠમાં ધારણ કરે છે – સુંદર સુંદર અક્ષરરૂપી વિચિત્ર ફૂલથી
ગુંથાએલી પુષ્પમાળા ધારણ કરે છે તેવા ઉન્નત હૃદયવાળા લોકોને તથા
આ સ્તોત્ર રચવાવાળા શ્રી માનતુંગ આચાર્યને રાજવૈભવ તથા સ્વર્ગ
મોક્ષરૂપી લક્ષ્મી અવશ્ય પ્રાપ્ત થાય છે. અર્થાત્ આ પવિત્ર સ્તોત્રનો
હરહંમેશ શ્રદ્ધા ભક્તિ સાથે, પાઠ કરનાર લોકોને ધન સંપત્તિ, રાજ વૈભવ,
સ્વર્ગ વિગેરે વિભૂતિ કોઈપણ જાતના કષ્ટ ભોગવ્યા સિવાય પ્રાપ્ત થાય
છે. આ મંત્રના પ્રભાવથી રાજ્ય, ધન, વૈભવ, ઐશ્વર્ય, પુત્ર, નિરોગતા
આદિ પ્રાપ્ત થાય છે એ તો સ્તોત્રના અનુષાંગિક
– કોઈપણ જાતના કષ્ઠ
વિના મળી જાય એવું ફળ છે. પરંતુ આ સ્તોત્રનું મુખ્ય ફળ તો સર્વત્ર
મોક્ષ પદની પ્રાપ્તિ હોઈને મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરે છે. રાજવૈભવ – ધનસંપત્તિ
આદિ મળવું એ એનું અનુષાંગિક ફળ છે. ૪૮.
સ્તોત્ર કર્તાની ઇચ્છા છે કે ભવ્યજનો આ સ્તોત્રનો નિરંતર પાઠ કરી
ધર્મલાભ ઉઠાવી પોતાના આત્માનું કલ્યાણ કરે.
ઇતિ શ્રી માનતુંગઆચાર્યવિરચિત શ્રી આદિનાથસ્તોત્ર......