ॐ
શ્રી પાર્શ્વનાથાય નમઃ ।
કલ્યાણમંદિર અપરનામ શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર
અર્થસહિત
તાર્કિકચક્રચૂડામણિ શ્રી કુમુદચન્દ્રાચાર્ય
અપરનામ શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત
(वसंततिलिका)
कल्याणमन्दिर मुदारमवद्यभेदि
भीताभयप्रदमनिन्दितमङ्घ्रिपद्मम् ।
संसारसागरनिमज्जदशेषजंतु –
पोतायमानमभिनम्य जिनेश्वरस्य ।।१।।
यस्य स्वयं सुरगुरुर्गरिमाम्बुराशेः
स्तोत्रं सुविस्तृतमतिर्न विभुर्विधातुम् ।
तीर्थेश्वरस्य कमठस्मयधूमकेतो —
स्तस्याहमेष किल संस्तवनं करिष्ये ।।२।। युग्मम् ।।
(મંદાક્રાંતા)
કલ્યાણોના મહાન વળી જે પાપભેદી ઉદાર;
તે ભીતોને અભયપ્રદ જે જે અનિન્દિત સાર;
જન્માબ્ધિમાં ડુબત સઘળા જંતુને નાવ છે જે,
જિનેંદાના ચરણકમળો એહવા વંદીને તે. ૧.
જેના મોટા મહિમ – જલધિ કેરૂં સુસ્તોત્ર અત્ર,
સુમેધાવી સુરગુરુ સ્વયં ગુંથવા નાંહિ શક્ત,
જે તીર્થેશા કમઠ – મદને ધૂમકેતુ જગીશ,
એવા તેનું સ્તવન વર આ નિશ્ચયે હું કરીશ. ૨ (યુગ્મ)