૩૦ ][ પંચસ્તોત્ર
હે જિનેંદા! અનુભવ કરે મોહવિનાશ દ્વારા,
તોયે મર્ત્યો સમરથ નથી ગુણવા ગુણ ત્હારા;
કલ્પાંતે જ્યાં નીરનિધિતણું નીર નિશ્ચે વમાય,
કોનાથી ત્યાં પ્રકટ પણ રે! રત્નરાશિ મપાય? ૪.
અર્થ : — હે નાથ! મનુષ્ય, મોહનો ક્ષય થવાથી અનુભવ કરવા
છતાં પણ આપના ગુણો ગણવાને સમર્થ થઈ શકતો નથી જેમ પ્રલય સમયે
સમુદ્ર પોતાનું બધું જળ બહાર ફેંકીને બિલ્કુલ ખાલી થઈ જાય છે અને
તે વખતે તેમાં રહેલ રત્નો સ્પષ્ટપણે પ્રગટ થવા છતાં તેને કોઈ ગણી શકતું
નથી. ૪.
अभ्युद्यतोऽस्मि तव नाथ जड़ाशयोऽपि,
कर्तुं स्तवं लसदसंख्यगुणाकरस्य ।
बालोऽपि किं न निज बाहुयुगं वितत्य,
विस्तीर्णतां कथयति स्वधियाम्बुराशेः ।।५।।
સંખ્યાતીતા મહદ્ ગુણની ખાણ એવા તમારું,
સ્તોત્ર સ્વામી! જડમતિ છતાં ગુંથવા બુદ્ધિ ધારૂં!
ભાખે ના શું શિશુય જલધિ કેરી વિસ્તિર્ણતાને,
હ્યાં વિસ્તારી સ્વભુજયુગને નિજ બુદ્ધિ પ્રમાણે! ૫.
અર્થ : — હે ભગવાન્! જો કે હું જડબુદ્ધિ છું તો પણ અસંખ્ય
ગુણોથી સુશોભિત એવા આપનો મહિમા ગાવાને તૈયાર થયો છું જેમ
બાળક પણ પોતાની બુદ્ધિ પ્રમાણે પોતાના બન્ને હાથ ફેલાવીને સમુદ્રની
વિશાળતા બતાવે છે કે સમુદ્ર આવડો મોટો છે. ૫.
ये योगिनामपि न यान्ति गुणास्तवेश !
वक्तुं कथं भवति तेषु ममावकाशः ।
जाता तदेवमसमीक्षितकारितेयं,
जल्पन्ति वा निजगिरा ननु पक्षिणोऽपि ।।६।।