Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 31 of 105
PDF/HTML Page 39 of 113

 

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૩૧
યોગીઓને પણ તુજ ગુણો ગમ્ય જે હોય નાંહિ,
તે કહેવામાં ક્યમ પ્રસર રે! માહરો થાય આંહી!
તેથી આ તો થઈ વગર વિચારી પ્રવૃત્તિ આહા!
વા જલ્પે જે ખગગણ ખરે! નિજ કેરી ગિરામાં. ૬.
અર્થ :હે સ્વામી! જ્યાં યોગીઓ પણ આપના ગુણોનું વ્યાખ્યાન
કરી શકતા નથી ત્યાં હું તેમનું વર્ણન કેવી રીતે કરી શકું? તેથી આ
પ્રકારની સ્તુતિ વિચાર કર્યા વિના થઈ છે કેમ કે જ્યાં કથન કરવાની શક્તિ
જ નથી ત્યાં કરવામાં આવેલી કોઈ પણ સ્તુતિ વિચાર રહિત જ ગણાય.
છતાં પણ જેમ પક્ષીઓ મનુષ્યની ભાષામાં બોલવા અસમર્થ હોવા છતાં
પોતાની ભાષામાં બોલ્યા કરતા હોય છે તેમ હું પણ સ્તુતિ કરવાને પ્રવૃત્ત
થયો છું. ૬.
आस्तामचिन्त्यमहिमा जिन - संस्तवस्ते,
नामापि पाति भवतो भवतो जगन्ति
तीव्रातपोपहतपान्थजनान्निदाधे,
प्रीणाति पद्मसरसः सरसोऽनिलोऽपि
।।।।
દૂરે તારૂં સ્તવ જિન! અચિંત્ય પ્રભાવી રહોને!
રક્ષે નામે પણ તમપણું જન્મથી ભુવનોને;
વાયુ રૂડો કમલસરનો સુરસીલો વહે જે,
તીવ્રોત્તાપે હત પથિકને ગ્રીષ્મમાં રીઝવે તે. ૭.
અર્થ :હે જિનેન્દ્ર! અચિન્ત્ય મહિમા ધારણ કરનાર આપની
સ્તુતિ તો દૂર જ રહો, આપનું નામ માત્ર પણ સંસારના પ્રાણીઓને
દુઃખોથી બચાવી લે છે. જેમ ગરમીની ૠતુમાં અસહ્ય તાપથી વ્યાકુળ
બનેલા મુસાફરોને કેવળ કમળવાળા સરોવર જ સુખ આપતાં નથી પરંતુ
તેમના સૂક્ષ્મ જળકણોથી મળેલો પવન પણ સુખ આપે છે. ૭.