૩૪ ][ પંચસ્તોત્ર
स्वामिन्ननल्पगरिमाणमपि प्रपन्नाः
त्वां जन्तवः कथमहो हृदये दधानाः ।
जन्मोदधिं लघु तरन्त्यतिलाघवेन,
चिन्त्यो न हन्त महतां यदि वा प्रभावः ।।१२।।
સ્વામી! તુંને બહુજ ગુરુતાવંતને આશ્રનારા,
સત્ત્વો સર્વે હૃદમહિં તને ધારીને કયા પ્રકારા;
જન્માબ્ધિને અતિ લઘુપણે રે! તેરે શીઘ્ર સાવ,
વા અત્રે તો મહદ્જનનો છે અચિન્ત્ય પ્રભાવ. ૧૨.
અર્થ : — હે જગત્પતિ! અતિ ગૌરવવાન (અનંત ગુણરૂપ
મહાભાર સહિત) એવા આપને હૃદયમાં ધારણ કરનારા જીવો શીઘ્રપણે
સંસાર સમુદ્રનો પાર ઘણી સહેલાઈથી કેવી રીતે પામે છે? એ આશ્ચર્ય
છે. એનું સમાધાન એ છે કે મહાપુરુષોનો મહિમા અચિન્ત્ય હોય છે. ૧૨.
क्रोधस्त्वया यदि विभो ! प्रथमं निरस्तो,
ध्वस्तास्तदा वद कथं किल कर्मचौराः ।
प्लोषत्यमुत्र यदि वा शिशिरापि लोके,
नीलद्रुमाणि विपिनानि न किं हिमानी ।।१३।।
જો વિભુ હે! પ્રથમથી જ તેં ક્રોધ કીધો નિરસ્ત,
તો કીધા તેં કઈ જ રીતથી કર્મચોરો વિનષ્ટ?
લીલા વૃક્ષો યુત વનગણોને અહો! લોકમાંહી,
ના બાળે શું શિશિર પણ રે! હિમરાશિય આંહી? ૧૩.
અર્થ : — હે સ્વામી! જો આપે ક્રોધનો પહેલાં જ નાશ કર્યો તો
પછી બતાવો કે આપે કર્મરૂપી ચોરોનો નાશ કેવી રીતે કર્યો? તેનું સમાધાન
કરે છે કે જેમ હિમ ઠંડો હોવા છતાં પણ શું લીલાંછમ વૃક્ષોવાળાં વનોને
બાળી નથી નાખતો? અર્થાત્ હિમ પડવાથી લીલાંછમ બધાં વૃક્ષ કરમાઈ