કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૩૫
જાય છે તેવી જ રીતે સ્વભાવની મહાશાંતિમાં મગ્ન રહીને પણ આપે
કર્મોનો નાશ કરી નાખ્યો છે. ૧૩.
त्वां योगिनो जिन सदा परमात्मरूप –
मन्वेषयन्ति हृदयाम्बुजकोशदेशे ।
पूतस्य निर्मलरुचेर्यदि वा किमन्य –
दक्षस्य संभवपदं ननु कर्णिकायाः ।।१४।।
યોગીઓ તો જિનપતિ! સદા તું પરાત્મારૂપીને,
રે! શોધે છે હૃદયકજના કોશદેશે ફરીને;
શું કર્ણિકા વિણ અપર રે! સંભવે છે અનેરૂં,
સ્થાન હ્યાં તો પુનિત અમલા અબ્જના બીજ કેરૂં? ૧૪.
અર્થ : — હે જિનેશ! મહર્ષિઓ સદા પરમાત્મસ્વરૂપ આપને
પોતાના હૃદયકમળના મધ્યભાગમાં (જ્ઞાનનેત્રદ્વારા) શોધે છે. તે યોગ્ય જ
છે કેમ કે જેમ પવિત્ર અને નિર્મળ કાંતિવાળા કમળના બીજનું ઉત્પત્તિસ્થાન
કમળની કર્ણિકા જ છે તેમ શુદ્ધાત્માને શોધવાનું સ્થાન હૃદયકમળનો
મધ્યભાગ જ છે. ૧૪.
ध्यानाज्जिनेश भवतो भविनः क्षणेन,
देहं विहाय परमात्मदशां व्रजन्ति ।
तीव्रानलादुपलभावमपास्य लोके,
चामीकरत्वमचिरादिव धातुभेदाः ।।१५।।
પામે ભવ્યો ક્ષણમહિં પ્રભુ હે! પરાત્માદશાને,
જિનેશા હે! શરીર તજીને આપશ્રીના જ ધ્યાને;
તીવ્રાગ્નિથી તજી દઈ અહો! ભાવ પાષાણ કેરો,
પામે લોકે ઝટ કનકતા જે રીતે ધાતુભેદો. ૧૫.
અર્થ : — હે સ્વામી! જેમ લોકમાં તીવ્ર અગ્નિના સંબંધથી જુદા