૩૮ ][ પંચસ્તોત્ર
સાન્નિધ્યેથી તુજ ધરમના બોધવેળા વિલોક!
દૂરે લોકો! તરૂ પણ અહો! થાય અત્રે ‘અશોક’;
ભાનુકેરો સમુદય થયે નાથ! આ જીવલોક,
શું વિબોધ ત્યમ નહિ લહે સાથમાં વૃક્ષથોક? ૧૯.
અર્થ : — હે જિનેશ્વર! ધર્મોપદેશ સમયે આપની સમીપતાના
પ્રભાવથી મનુષ્યની તો વાત જ શી, વૃક્ષ પણ અશોક (શોક રહિત) થઈ
જાય છે. અથવા સાચું જ છે કે સૂર્યનો ઉદય થતાં કેવળ મનુષ્યો જ જાગૃત
નથી થતા પરંતુ કમળાદિ વનસ્પતિ પણ પાંખડીઓની સંકોચરૂપ નિદ્રા
છોડીને વિકસિત થઈ જાય છે. (આ પ્રથમ પ્રાતિહાર્યનું વર્ણન છે.) ૧૯.
चित्रं विभो ! कथमवाङ्मुखवृन्तमेव,
विष्वक्पतत्यविरला सुरपुष्पवृष्टिः ।
त्वद्गोचरे सुमनसां यदि वा मुनीश,
गच्छन्ति नूनमध एव हि बन्धनानि ।।२०।।
રે! ચોપાસે વિમુખ ડિટડે માત્ર શાને પડે છે
વૃષ્ટિ ભારી સુરકુસુમની? હે વિભુ! ચિત્ર એ છે!
વા ત્હારા રે! દરશન પથે પ્રાપ્ત થાતાં જ નિશ્ચે,
મુનીશા હે! સુમન ગણના બંધનો જાય નીચે. ૨૦.
અર્થ : — હે મુનિનાથ! દેવો દ્વારા ચારે તરફ જે સઘન પુષ્પવૃષ્ટિ
થાય છે તેના ડીંટિયા નીચે અને પાંખડીઓ ઉપર કેમ રહે છે? એ
આશ્ચર્યની વાત છે. અથવા તે યોગ્ય જ છે, હે મુનીશ! આપનો આત્મામાં
સાક્ષાત્કાર થતાં સુમનસો (સ્વચ્છ મનવાળા જીવો)ના (રાગદ્વેષ મોહાદિરૂપ)
બંધન નિશ્ચયથી નીચે જ જાય છે અર્થાત્ નષ્ટ થઈ જાય છે. (આ બીજા
પ્રાતિહાર્યનું વર્ણન છે.) ૨૦.
स्थाने गंभीरहृदयोदधिसम्भवायाः,
पीयूषतां तव गिरः समुदीरयन्ति ।