કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૩૯
पीत्वा यतः परमसंमदसङ्गभाजा,
भव्या व्रजन्ति तरसाप्यजरामरत्वम् ।।२१।।
સ્થાને છે આ ગંભીર હૃદયાબ્ધિ થકી ઉદ્ભવેલી,
ત્હારી વાણી તણી પીયૂષતા છે જનોએ કથેલી;
તેને પીને પર પ્રમદના સંગભાગી વિરામે,
નિશ્ચે ભવ્યો અજર અમરાભાવને શીઘ્ર પામે. ૨૧.
અર્થ : — હે ત્રિભુવનપતે! આપની વાણી (દિવ્યધ્વનિ) જે અતિ
અગાધ હૃદયરૂપી સમુદ્રમાંથી નીકળી છે તેમાં લોકો અમૃતત્ત્વ બતાવે છે
તે સાચું જ છે કેમ કે ભવ્ય જીવ તેનું પાન કરીને પરમાનંદ પામતા થકા
બહુ જ જલ્દી અજરામરપણું પ્રાપ્ત કરી લે છે. (આ ત્રીજા પ્રાતિહાર્યનું
વર્ણન છે.) ૨૧.
स्वामिन् ! सुदूरमवनम्य समुत्पतन्तो,
मन्ये वदन्ति शुचयः सुरचामरौघाः ।
येऽस्मै नतिं विदधते मुनिपुङ्गवाय,
ते नूनमूर्ध्वगतयः खलु शुद्धभावाः ।।२२।।
હે, સ્વામિશ્રી! અતિ દૂર નમી ને ઉંચે ઊછળંતા,
માનું શુચિ સુરચમરના વૃંદ આવું વંદતા —
‘‘જેઓ એહી યતિપતિ પ્રભુ રે! પ્રણામો કરે છે,
નિશ્ચે તેઓ ઉરધ ગતિને શુદ્ધભાવે લહે છે.’’ ૨૨.
અર્થ : — હે ભગવાન્! હું એમ માનું છું કે પવિત્ર દેવતાઓના
ચામર સમૂહ આપની ઉપર ઢોળતી વખતે અતિશય નીચે નમીને ઉપર
તરફ જતાં લોકોને એમ કહી રહ્યાં છે કે જે વિશુદ્ધ પરિણામના ધારક
જીવ આ મુનિનાથ પ્રત્યે નમ્રીભૂત થઈને નમસ્કાર કરે છે તે જીવ
નિશ્ચયથી અમારા સમાન ઊર્ધ્વગતિ જે મોક્ષ તેને પામે છે. (આ ચોથા
પ્રાતિહાર્યનું વર્ણન છે.) ૨૨.