૪૦ ][ પંચસ્તોત્ર
श्यामं गंभीरगिरमुज्जवणहेमरत्न –
सिंहासनस्थमिह भव्यशिखण्डिनस्त्वाम् ।
आलोकयन्ति रभसेन नदन्तमुच्चै –
श्चामीकराद्रिशीरसीव नवाम्बुवाहम् ।।२३।।
બિરાજેલા કનક – મણિના શુભ્ર સિંહાસને ને,
‘હ્યાં ગર્જંતા ગંભીર ગિરથી, નીલવર્ણા તમોને;
ઉત્કંઠાથી ભવિજન રૂપી મોરલાઓ નિહાળે,
સુવર્ણાદિ શિખરપર જાણે નવો મેઘ ભાળે! ૨૩.
અર્થ : — હે જિનેન્દ્ર! ઉજ્જ્વળ સુવર્ણના બનેલા અને અનેક રત્નો
જડેલા સિંહાસન ઉપર બિરાજેલું આપનું શ્યામવર્ણ શરીર – કે જેમાંથી
ગંભીર દિવ્યધ્વનિ થઈ રહી છે – એવું લાગે છે કે જાણે સુવર્ણમય સુમેરુ
પર્વત ઉપર નવીન વર્ષા – કાળના કાળાં વાદળાં ગર્જના કરી રહ્યાં છે અને
તે વાદળાઓને જાણે મોર ઘણી ઉત્સુકતાથી નીરખી રહ્યા છે. એવી જ રીતે
ભવ્ય જીવો ઘણી ઉત્સુકતાથી આપને દેખે છે. આપની દિવ્યધ્વનિ અને
દર્શન પામીને ભવ્યજીવ કૃતકૃત્ય થઈ જાય છે. (આ પાંચમા પ્રાતિહાર્યનું
વર્ણન છે.) ૨૩.
उद्गच्छता तव शितिद्युतिमण्डलेन,
लुप्तच्छदच्छविरशोकतरुबभूव ।
सांन्निध्यतोऽपि यदि वा तव वीतराग,
नीरागतां व्रजति को न सचेतनोऽपि ।।२४।।
ઉંચે જાતા તુજ નીલ પ્રભામંડલેથી વિલોક!
પત્રો કેરી દ્યુતિથકી થયો હીન અત્રે અશોક;
વા નીરાગી! ભગવાન! વળી આપના સન્નિધાને,
નીરાગિતા નહિં અહીં કિયો ચેતનાવંત પામે? ૨૪.
અર્થ : — હે નાથ! જો આપના દેદીપ્યમાન ભામંડળના તેજ દ્વારા