કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૪૧
અશોક વૃક્ષના પાંદડાઓની લાલાશ દૂર થઈ જાય છે અર્થાત્ આપની
સમીપતાથી જો વૃક્ષોનો રાગ (લાલાશ) પણ જતો રહે છે તો એવો કયો
સચેતન પુરુષ હોય કે જે આપના ધ્યાન દ્વારા આપની સમીપતાથી
વીતરાગતા ન પામે? અર્થાત્ અવશ્ય પામે. (આ છઠ્ઠા પ્રાતિહાર્યનું વર્ણન
છે.) ૨૪.
भो भोः प्रमादमवधूय भजध्वमेन
मागत्य निर्वृतिपुरीं प्रति सार्थवाहम् ।
एतन्निवेदयति देव जगत्त्रयाय,
मन्ये नदन्नभिनभः सुरदुन्दुभिस्ते ।।२५।।
‘‘ભો ભો ભવ્યો! અવધૂણી તમારા પ્રમાદો સહુને,
આવી સેવા શિવપુરીતણા સાર્થવાહ પ્રભુને.’’
માનું આવું ત્રણ જગતને દેવ! નિવેદનારો,
વ્યાપી વ્યોમે ગરજત અતિ દેવદુંદુભિ ત્હારો. ૨૫.
અર્થ : — હે વિભો! હું એમ માનું છું કે આકાશમાં દેવો દ્વારા
ગરજતો દુંદુભિનાદ ત્રણે લોકને એમ સૂચિત કરે છે કે હે જગતના જનો!
પ્રમાદ છોડીને મોક્ષનગરી તરફ લઈ જતા આપના (શ્રી પાર્શ્વનાથના) શરણે
આવીને આમની ભક્તિ કરો. (આ સાતમા પ્રાતિહાર્યનું વર્ણન છે.) ૨૫.
उद्योतितेषु भवता भुवनेषु नाथ,
तारान्तिवतो विधुरयं विहताधिकारः ।
मुक्ताकलापकलितोल्लसितातपत्र —
व्याजात्त्रिधा धृततनुध्रुवमभ्युपेतः ।।२६।।
ત્હારા દ્વારા સકલ ભુવનો આ પ્રકાશિત થાતાં,
તારાવૃંદો સહિત શશિ આ સ્વાધિકારે હણાતાં;
મૌક્તિકોના ગણયુત ઉઘાડેલ ત્રિ છત્ર બ્હાને,
આવ્યો પાસે ત્રિવિધ તનુને ધારી નિશ્ચે જ જાણે. ૨૬.