કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૪૩
*તારા પ્રાદે નમન કરતા ઇન્દ્રના શેખરોને,
છોડી, રત્ને વિરચિત છતાં, ઇન્દ્રની પુષ્પમાળા;
સેવે તારા પદયુગલને, તો પછી ભવ્ય સુમના,
તારા સંગે, જરૂર જિનજી! અન્ય સ્થાને રમે ના. ૨૮.
અર્થ : — હે દેવાધિદેવ! દિવ્યપુષ્પોની માળાઓ આપના ચરણોમાં
પ્રણામ કરતા દેવેન્દ્રોના રત્નોથી જડેલા મુકુટોનાં બંધનો પણ છોડીને
આપના ચરણોનો આશ્રય લે છે અથવા યોગ્ય જ છે કે આપનો સમાગમ
થતાં સુમનસૂ અર્થાત્ પુષ્પમાળાઓ અથવા સ્વચ્છ મનવાળા ભવ્ય પ્રાણી
બીજી જગ્યાએ સંતોષ પામતા નથી. ૨૮.
त्वं नाथ जन्मजलधेर्विपराङ्मुखोऽपि,
यत्तारयस्यसुमतो निजपृष्ठलग्नान् ।
युक्तं हि पार्थिवनिपस्य सतस्तवैव,
चित्रं विभो यदसि कर्मविपाकशून्यः ।।२९।।
જન્માબ્ધિથી વિમુખ વરતે તોય તું જિનરાજ?
તારે છે જે સ્વપીઠ પર લાગેલ પ્રાણી સમાજ;
તે તું પાર્થિવ નીરૂપને યુક્ત નિશ્ચે જ અત્રે,
તું આશ્ચર્ય! પ્રભુ! કરમવિપાક વિહીન વર્તે! ૨૯.
અર્થ : — હે નાથ! જેમ જળમાં ઉલટો મૂકેલો પાકો ઘડો પોતાની
પીઠ ઉપર બેસનારાઓને કિનારે લઈ જાય છે તેવી જ રીતે હે સ્વામી!
સંસારસમુદ્રથી વિમુખ થઈ જવા છતાં આપ આપના અનુયાયી ભવ્યજીવોને
(સંસાર સમુદ્રના) કિનારે લઈ જાવ છો. પૃથ્વીના સ્વામી અને સંરક્ષક એવા
આપને માટે એ યોગ્ય જ છે જેમ પરિપક્વ ઘટને (માટે જળમાંથી તારવાનું
ઉચિત છે તેમ.) પરંતુ હે પ્રભુ! મોટું આશ્ચર્ય તો એ છે કે આપ કર્મોના
વિપાકથી શૂન્ય છો. ૨૯.
* ઉપલબ્ધ ગુજરાતી પદ્યાનુવાદમાં આ શ્લોકનો અનુવાદ નહીં મળવાથી નવું
બનાવેલ છે.