૪૪ ][ પંચસ્તોત્ર
ભાવાર્થ : — હે પ્રભો! આપના સમસ્ત કર્મ નષ્ટ થઈ ગયા છે તો
પછી તેમનો વિપાક ક્યાંથી હોય? છતાં પણ આપ ભવ્ય જીવોને સંસાર
સમુદ્રથી પાર ઉતારી દ્યો છો એ જ મોટું આશ્ચર્ય છે કેમ કે જે ઘડો વિપાક
સહિત (પકાવેલો) હોય તે જ તેના ઉપર બેઠેલાને પાણીમાં તારી શકે છે
પરંતુ આપ તો વિપાકરહિત હોવા છતાં તારો છો એ જ આપનો અચિંત્ય
મહિમા છે. ૨૯.
विश्वेश्वरोऽपि जनपालक दुर्गतस्त्वं,
किं वाक्षरप्रकृतिरप्यलिपिस्त्वमीश ।
अज्ञानवत्यपि सदैव कथंचिदेव,
ज्ञानं त्वयि स्फु रति विश्वविकासहेतु ।।३०।।
તું વિશ્વેશો દુરગત છતાં લોકરક્ષી! કહાવે!
વા સ્વામી! તું અલિપિ તદપિ અક્ષર સ્વસ્વભાવે!
અજ્ઞાનીમાં તમ મહિં નકી સર્વદા કો પ્રકાર,
જ્ઞાન સ્ફુરે ત્રણ જગતને હેતુ ઉદ્યોતનાર!!! ૩૦.
અર્થ : — હે જગપાલક! આપ ત્રિભુવનપતિ હોવા છતાં પણ દરિદ્ર
છો, અક્ષર સ્વભાવી હોવા છતાં પણ લિપિથી લખી શકાતા નથી, અજ્ઞાની
હોવા છતાં પણ ત્રણ લોકના પદાર્થોનો પ્રકાશ કરનાર જ્ઞાન આપનામાં
સદૈવ સ્ફુરાયમાન રહે છે. ૩૦.
ભાવાર્થ : — અહીં વિરોધાભાસ અલંકાર છે. જેમાં શબ્દનો વિરોધ
લાગવા છતાં પણ વાસ્તવમાં તત્ત્વદ્રષ્ટિએ વિરોધ ન હોય તેને વિરોધાભાસ
અલંકાર કહે છે. ઉપરના શ્લોકમાં દેખાડેલ વિરોધનો પરિહાર આ પ્રમાણે
છે. હે ભગવન્ ! આપ ત્રિભુવનનાથ છો અને કઠિનતાથી જાણી શકાવ છો.
એનો બીજો અર્થ આ રીતે પણ છે
(हे जनप ! विश्वेश्वरोऽपि
अलकदुर्गतः) હે જગત્પતિ ! આપ વિશ્વપતિ છો અને કેશરહિત છો.
તીર્થંકર ભગવાનને દીક્ષા પછી કેશ વધતા નથી, એવો નિયમ છે. આપ
મોક્ષસ્વરૂપ છો અને નિરાકાર હોવાના કારણે જોઈ શકાતા નથી અથવા