૪૬ ][ પંચસ્તોત્ર
અર્થ : — હે જિનેશ્વર! જ્યાં ભયંકર વાદળાઓ ખૂબ ગર્જે છે, મહા
ભયાનક ચમકારા કરતી વીજળીઓ આમ તેમ પડી રહી છે, અને સાંબેલાની
ધારે જ્યાં ભયંકર જળ વરસી રહ્યું છે એવી ભયંકર વર્ષા દૂષ્ટ કમઠે આપના
ઉપર કરી, તેમાં હે ભગવાન્! આપનું તો કાંઈ બગડ્યું નહિ પરંતુ તે કમઠે
પોતાને માટે તે ભયંકર જળવૃષ્ટિ દ્વારા તીક્ષ્ણ તરવારનું કામ કર્યું અર્થાત્ આવું
દુષ્કૃત્ય કરવાને કારણે તેણે ઘોર પાપકર્મોનો બંધ કર્યો. ૩૨.
ध्वस्तोर्ध्वकेश विकृताकृति मर्त्यमुण्ड –
प्रालम्बभृद्भयदवक्त्रविनिर्यदग्निः ।
प्रेतव्रजः प्रति भवन्तमपीरितो यः,
सोऽस्याभवत्प्रतिभवं भवदुःखहेतुः ।।३३।।
છૂટા કેશોથી વિકૃતિરૂપી જે ધરે મુંડમાલા,
ને જેના રે! ભયદ મુખથી નીકળે અગ્નિજ્વાળા;
વિકૃર્વ્યો જે પ્રભુ! તમ પ્રતિ એહવો પ્રેતવૃંદ,
તે તો તેને ભવભવ થયો સંસૃતિ દુઃખકંદ. ૩૩.
અર્થ : — હે ત્રિભુવનપતિ! વિખરાયેલા વાળવાળા, ભયંકર
આકૃતિવાળા, એવા મનુષ્યોની ખોપરીઓની લાંબી લાંબી માળાઓ ધારણ
કરનાર અને જેમના મોઢામાંથી આગની જ્વાળા નીકળી રહી છે એવા
પિશાચોને જેણે આપના તરફ દોડાવ્યા તે પિશાચો પણ તે દુષ્ટ કમઠને માટે
જન્મોજન્મ સાંસારિક દુઃખોનું કારણ થયા. ૩૩.
धन्यास्त एव भुवनाधिप ये त्रिसंध्य –
माराधयंति विधिवद्विधुतान्यकृत्जाः ।
भक्त्योल्लसत्पुलकपक्ष्मददेहदेशाः,
पादद्वयं तव विभो भुवि जन्मभाजः ।।३४।।
છે ધન્ય તે જ અવનીમહિં જેહ પ્રાણી,
ત્રિસંધ્ય તેજ પદ ભુવનનાથ નાણી!