૪૮ ][ પંચસ્તોત્ર
આ જન્મમાં હૃદયમંથિ પરાભવોનો,
નિવાસ હું થઈ પડ્યો ઇશ મુનિઓના! ૩૬.
અર્થ : — હે મુનીશ! મને વિશ્વાસ છે કે પૂર્વભવોમાં મેં મનોવાંછિત
ફળ દેવાને સમર્થ એવા આપના બન્ને ચરણોની પૂજા કરી નહિ તે જ કારણે
હે મુનિનાથ! આ જન્મમાં હું હૃદયને વ્યથિત કરનાર તિરસ્કારોનું પાત્ર
બન્યો છું. ૩૬.
नूनं न मोहतिमिरावृतलोचनेन,
पूर्वं विभो सकृदपि प्रविलोकितोऽसि ।
मर्माविधो विधुरयन्ति हि मामनर्थाः,
प्रोद्यत्प्रबन्धगतयः कथमन्यथैते ।।३७।।
મેં મોહતિમિરથી આવૃત નેત્રવાળે,
પૂર્વે તને ન નિરખ્યો નકી એક વારે;
ના તો મને દુઃખી કરે ક્યમ મર્મભેદી,
એહી અનર્થ ઉદયાગત વિશ્વવેદી! ૩૭.
અર્થ : — હે પ્રભો! મોહરૂપી અંધકારથી નેત્રો અતિ આચ્છાદિત
હોવાના કારણે મેં પૂર્વે એકવાર પણ આપના દર્શન કર્યા નહિ એવો મને
પૂર્ણ વિશ્વાસ છે. જો મેં આપના દર્શન કર્યા હોત તો ઉત્કટરૂપે ઉત્પન્ન
થતા, સંતાનની પરંપરા વધારનારા અને મર્મસ્થાનને ભેદનારા આ અનર્થ
(દુઃખદાયક મોહભાવ) મને શા માટે સતાવેત? ૩૭.
ભાવાર્થ : — જડ – ઇન્દ્રિયરૂપ નેત્રોથી તો મેં આપના અનેક વાર
દર્શન કર્યા પણ મોહાન્ધકાર રહિત જ્ઞાનરૂપી નેત્રોથી એકવાર પણ દર્શન
કર્યા નહિ અર્થાત્ કદી પણ આપના જ જેવા મારા શુદ્ધાત્માને જોયો નહિ
અને એ જ કારણે મને દુઃખદાયક મોહભાવો સતાવી રહ્યા છે. ૩૭.
आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि,
नूनं न चेतसि मया विधृतोऽसि भक्त्या ।