કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૪૯
जातोऽस्मि तेन जनबान्धव दुःखपात्रं,
यस्मात्क्रियाः प्रतिफलन्ति न भावशून्याः ।।३८।।
પૂજ્યો છતાં શ્રુત છતાં નિરખ્યો છતાંય,
ધાર્યો ન ભક્તિથી તને મુજ ચિત્તમાંય;
તેથી થયો હું દુઃખભાજન જિનરાય!
ના ભાવવિહીન ક્રિયા ફલવંત થાય. ૩૮.
અર્થ : — હે જગબંધુ! જન્મ – જન્માન્તરોમાં જો મેં આપનું નામ
સાંભળ્યું પણ હોય, આપની પૂજા કરી પણ હોય તથા આપના દર્શન પણ
કર્યા હોય પરંતુ એ તો નિશ્ચય છે કે મેં આપને ભક્તિપૂર્વક કદી પણ મારા
હૃદયમાં ધારણ કર્યા નથી. એનું પરિણામ એ આવ્યું કે હજી સુધી હું આ
સંસારમાં દુઃખનું ભાજન જ બની રહ્યો છું કારણ કે ભાવરહિત ક્રિયા
ફળદાયક થતી નથી. ૩૮.
त्वं नाथ दुःखिजनवत्सल हे शरण्य,
कारुण्यपुण्यवसते वशिनां वरेण्य ।
भक्त्या नते मयि महेश दयां विधाय,
दुःखांकुरोद्दलनतत्परतां विधेहि ।।३९।।
હે નાથ! દુઃખીજનવત્સલ! હે શરણ્ય!
કારૂણ્યપુણ્યગૃહ! સંયમીમાં અનન્ય!
ભક્તિથી હું નત પ્રતિ ધરી તું દયાને,
થા દેવ! તત્પર દુઃખાંકુર છેદવાને! ૩૯.
અર્થ : — હે નાથ, હે દીનદયાળ, હે શરણાગતપાળ, હે કરુણા-
નિધાન, હે ઇન્દ્રિયવિજેતા યોગીન્દ્ર, હે મહેશ્વર, સાચી ભક્તિપૂર્વક નમેલા
એવા મારા ઉપર દયા લાવીને, મારા દુઃખાંકુરોનો (મોહભાવોનો) સમૂળ
નાશ કરવામાં તત્પર થાવ. ૩૯.