૫૦ ][ પંચસ્તોત્ર
निःसंख्यसारशरणं शरणं शरण्य –
मासाद्य सादितरिपुप्रथितावदातम् ।
त्वत्पादपङ्कजमपि प्रणिधानवन्ध्यो,
वन्घ्योऽस्मि तद्भुवनपावन हा हतोऽस्मि ।।४०।।
નિઃસંખ્ય સત્ત્વગૃહ ખ્યાત પ્રભાવવાળા,
ને શત્રુનાશક શરણ્ય અહો! તમારા;
પાદાબ્જ શર્ણ લઈ જો છઉં ધ્યાન વંધ્ય,
તો નષ્ટ હું ભુવનપાવન! હું જ વંધ્ય. ૪૦.
અર્થ : — અરે! દુઃખની વાત છે કે હું મોહભાવના કારણે નિર્બળ
થઈ રહ્યો છું. હે ત્રણલોકને પાવન કરનાર, અશરણ શરણ,
શરણાગતપ્રતિપાલક, કર્મવિજેતા, પ્રભાવધારક! આપના ચરણકમળ પ્રાપ્ત
કરવા છતાં પણ જો મેં તેમનું ધ્યાન ન કર્યું તો હે પ્રભો! મારા જેવો
અભાગી કોઈ નથી. ૪૦.
देवेन्द्रवन्द्य विदिताखिल वस्तुसार,
संसारतारक विभो भुवनाधिनाथ ।
त्रायस्व देव करुणाहृद मां पुनीहि,
सीदन्तमद्य भयदव्यसनाम्बुराशेः ।।४१।।
દેવેન્દ્રવંદ્ય! વિભુ! વસ્તુરહસ્ય જાણ!
સંસારતારક! જગત્પતિ! જિનભાણ?
રક્ષો મને ભયદ દુઃખ સમુદ્રમાંથી!
આજે કરૂણહૃદ! પુણ્ય કરો દયાથી! ૪૧.
અર્થ : — હે દેવેન્દ્રો વડે વંદનીય, હે સર્વજ્ઞદેવ, હે જગત
તારણહાર, હે વિભો, હે ત્રિલોકીનાથ, હે દયા સમુદ્ર, હે જિનેન્દ્રદેવ! આજે
મમ દુઃખિયારાની રક્ષા કરો અને અતિ ભયાનક દુઃખ સમુદ્રથી મને
બચાવો. ૪૧.