૫૨ ][ પંચસ્તોત્ર
તે હે જિનેન્દ્ર! જનનેત્ર ‘કુમુદચન્દ્ર’
હ્યાં ભોગવી સ્વરગ સંપદવૃંદ ચંગ;
નિઃશેષ કર્મમલ સંચય સાવ વામે,
તે શીઘ્ર તેહ ‘ભગવાન્’! શિવધામ પામે. (યુગ્મ) ૪૪.
અર્થ : — હે જિનપતિ, હે વિભુવર, હે જનનયન કુમુદચન્દ્ર
અર્થાત્ પ્રાણીઓના નેત્ર – કુમુદોને પ્રકાશિત કરનાર ચન્દ્ર! (આ પદ
દ્વારા શ્રી સિદ્ધસેન દિવાકરાચાર્યે ‘કુમુદચન્દ્ર’ એ પોતાના ગુરુએ આપેલું
દીક્ષાનામ પણ બતાવ્યું છે.) જે ભવ્ય જીવ આપના પ્રતિમાના મુખકમલ
તરફ એકીટશે જોઈને, સઘન અને રોમાંચરૂપ વસ્ત્રોથી પોતાના શરીરના
અંગ ઢાંકીને, એકાગ્ર ધ્યાનયુક્ત બુદ્ધિ દ્વારા આપની સ્તુતિ કરે છે,
તેઓ સ્વર્ગલોકના અનેક પ્રકારના મનોહર સુખો ભોગવીને તથા
આત્મામાંથી ભાવકર્મરૂપી મળ દૂર કરીને અતિ શીઘ્રપણે મોક્ષસુખની
પ્રાપ્તિ કરે છે. ૪૩
– ૪૪.
એ પ્રમાણે શ્રીકલ્યાણમંદિર સ્તોત્રની પં. શ્રેયાંસકુમારજી શાસ્ત્રીએ
કરેલ ભાષા ટીકાનો ગુજરાતી અનુવાદ સંપૂર્ણ થયો.