ॐ
શ્રીમદ્ વાદિરાજ – આચાર્ય – વિનિર્મિત
કલ્યાણ – કલ્પદ્રુમ – એકીભાવ સ્તોત્ર
(मन्दाकन्ता)
एकीभावं गत इव मया यः स्वयं कर्मबन्धो
घोरं दुःखं भव – भव – गतो दुर्निवारः करोति ।
तस्याप्यस्य त्वयि जिनरवे भक्तिरुन्मुक्तये चेज
जेतुं शक्यो भवति न तया कोऽपरस्तापहेतुः ।।१।।
જો અતિ એકીભાવ ભયો માનો અનિવારી,
સો મુજ કર્મ પ્રબધ કરત ભવભવ દુઃખ ભારી;
તાહિ તિહારી ભક્તિ જગતરવિ જો નિરવારૈ,
તો અબ ઔર કલેશ કૌન સો નાહિં વિદારૈ. ૧.
અર્થ : — હે જિનસૂર્ય! આ જે કર્મબંધ મારી સાથે સ્વયં એકપણાને
પ્રાપ્ત થયો હોય તેવો થઈ રહ્યો છે, ને દુર્નિવાર છે અને જે પ્રત્યેક ભવમાં
સાથે જઈને ઘોર દુઃખો આપે છે તેને પણ જો આપની ભક્તિ દૂર કરી
શકે છે તો બીજું એવું કષ્ટનું કર્યું કારણ છે કે જેને તે ભક્તિ જીતી ન
શકે? અર્થાત્ કોઈ પણ નથી – જિનભક્તિના પ્રસાદથી બધા કષ્ટો અને
સંતાપોનું સહજ જ નિવારણ થઈ જાય છે. ૧.
ज्योतीरूपं दुरित – निवह – ध्वान्त – विध्वंस – हेतुं
त्वामेवाहुर्जिनवर चिरं तत्त्वविद्याभियुक्ताः ।
चेतोवासे भवसि च मम स्फारमुद्भासमानम्-
तस्मिन्नंहः कथमिव तमो वस्तुतो वस्तुमीष्टे ।।२।।