૫૪ ][ પંચસ્તોત્ર
તુમ જિન જોતિસ્વરૂપ દુરિતઅંધિયારિનિવારી,
સો ગણેશ ગુરૂ કહૈં તત્ત્વવિદ્યાધનધારી;
મેરે ચિતઘરમાહિં બસૌ તેજોમય યાવત્,
પાપતિમિર અવકાશ તહાં સો ક્યોંકરિ પાવત. ૨.
અર્થ : — હે જિનવર! દીર્ઘ તત્ત્વજ્ઞાનીઓ આપને એવા જ્યોતિરૂપ
બનાવે છે કે જે પાપ – સમૂહરૂપ અંધકારના વિનાશના હેતુ છે. જો આપ
મારા હૃદય – મંદિરમાં ખૂબ પ્રકાશિત થઈ રહ્યા છે તો પછી તેમાં પાપરૂપી
અંધકાર વાસ્તવમાં કેવી રીતે ટકી શકે? જો પાપ ટકી શકતું ન હોય તો
પાપનું ફળ એવું દુઃખ પણ રહી શકે નહિ. ૨.
आनन्दाश्रु – स्नपितवदनं गद्गदं चाभिजल्पन्
यश्चायेत त्वयि दृढमनाः स्तोत्रमन्त्रैः भवन्तम् ।
तस्याभ्यस्तादपि च सुचिरं देह – वल्मीकमध्यान् –
निष्कास्यन्ते विविध – विषम – व्याधयो काद्रवेयाः ।।३।।
આનંદ આંસૂવદન ધોય તુમસોં ચિત સાનૈ,
ગદગદ સુરસો સુયશમંત્ર પઢિ પૂજા ઠાનૈં;
તાકે બહુવિધ વ્યાધિ વ્યાલ ચિરકાલ નિવાસી,
ભાજૈં થાનક છોડ દેહબાંબઈ કે વાસી. ૩.
અર્થ : — હે જિનેન્દ્રદેવ! આપમાં ચિત્તની સ્થિરતા કરીને જે
ભક્તજન આનંદના અશ્રુઓથી જેનું મુખ ધોવાયું છે તે ગદગદ સ્વરે
સ્તોત્ર – મંત્રો દ્વારા આપની પૂજા કરે છે તેના શરીરરૂપી રાફડામાંથી જુદી
જુદી જાતના વિષમ રોગરૂપ સર્પો બહાર નીકળી જાય છે કે જે તેમાં
ચિરકાળથી રહેવાના અભ્યાસી હતા. ૩.
प्रागेवेह त्रिदिव – भवनादेष्यता भव्य – पुण्यात्
पृथ्वी – चक्रं कनकमयतां देव निन्ये त्वयेदम् ।