કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૫૫
ध्यान – द्वारं मम रुचिकरं स्वान्तगेहं प्रविष्टस्
तत् किं चित्रं जिन वपुरिदं यत्सुवर्णीकरोषि ।।४।।
દિવિતૈં આવનહાર ભયે ભવિભાગ ઉદયબલ,
પહલેહી સુર આય કનકમય કીય મહીતલ;
મનગૃહધ્યાનદુવાર આય નિવસો જગનામી,
જો સુવરન તન કરો કૌન યહ અચરજ સ્વામી. ૪.
અર્થ : — હે જિનદેવ! ભવ્યજીવોના પુણ્યપ્રભાવથી દેવલોકમાંથી
અહીં આપના પધારવાના (છ મહિના) અગાઉથી જ દેવો દ્વારા કરવામાં
આવતી રત્નો આદિની વૃષ્ટિથી આ ભૂમંડળ સુવર્ણમય બન્યું હતું. હવે
જ્યારે આપ ધ્યાનરૂપી દ્વારવાળા મારા રુચિકર અંતઃકરણમાં પ્રવેશ પામ્યા
છો તો હે દેવ! આપ મારા આ (કોઢના રોગથી ઘેરાયેલા) શરીરને
સુવર્ણમય બનાવી દો એમાં કઈ આશ્ચર્યની વાત છે? કોઈ પણ આશ્ચર્યની
વાત નથી. ૪.
लोकस्यैकस्त्वमसि भगवन् निर्निमित्तेन वन्धुसू
त्वय्येवासौ सकल – विषया शक्तिरप्रत्यनीका ।
भक्ति – स्फीतां चिरमधिवसन्मामिकां चित्त – शय्यां
मय्युत्पन्नं कथमिव ततः क्लेश – यूथं सहेथाः ।।५।।
પ્રભુ સબ જગકે વિના હેતુ બાંધવ ઉપકારી,
નિરાવરન સર્વજ્ઞ શક્તિ જિનરાજ તિહારી;
ભક્તિરચિત મમચિત્ત સેજ નિત વાસ કરોગે,
મેરે દુઃખસંતાપ દેખ કિમ ધીર ધરોગે. ૫.
અર્થ : — હે ભગવાન્! આપ લોકના અદ્વિતીય કારણ વિશેષ
વિનાનાં બંધુ છો અને આપમાં જ સર્વ પદાર્થોને જાણનારી જેને કોઈ
પ્રતિપક્ષી નથી એવી શક્તિ છે, આપ મારી ભક્તિથી સમૃદ્ધ એવી
ચિત્તરૂપી શય્યામાં ચિરકાળથી નિવાસ કરો છો તેથી મારામાં ઉત્પન્ન થતા