૫૬ ][ પંચસ્તોત્ર
કે થનારા દુઃખસમૂહને આપ કેવી રીતે સહન કરી શકો? સહન કરી
શકતા નથી. ૫.
जन्माटव्यां कथमपि मया देव दीर्घं भ्रमित्वा
प्राप्तैयेयं तव नयकथा – स्फार – पियूष – वापी ।
तस्यां मध्ये हिमकर – हिमव्यूह – शीते नितान्तं
निर्मग्नं मां न जहति कथं दुःख – दावोपतापः ।।६।।
ભવવનમેં ચિરકાલ ભ્રમ્યો કછુ કહિય ન જોઈ,
તુમ ધુતિકથાપિયૂષવાપિકા ભાગન પાઈ;
શશિ તુષાર ઘનસાર હાર શીતલ નહિં જા સમ,
કરત ન્હૌન તામાહિં કયો ન ભવતાપ બુઝૈ મમ. ૬.
અર્થ : — હે જિનદેવ! ભવવનમાં દીર્ઘકાળપર્યંત ભ્રમણ કર્યાં પછી
આપની આ નયકથા – વાર્તારૂપ ઉદાર અમૃતરસથી પૂર્ણ વિસ્તીર્ણ વાવ કોઈ
પણ રીતે – મહા કષ્ટથી – મને પ્રાપ્ત થઈ છે. તે ચન્દ્રમા અને હિમપૂંજ સમાન
શીતળ વાયમાં હું પૂર્ણપણે નિમગ્ન થઈ ગયો છું, એવી સ્થિતિમાં દુઃખરૂપી
દાવાનળનો આતાપ મને કેમ નહિ છોડે? છોડશે જ, મારા ઉપર દુઃખનો
કોઈ પ્રભાવ રહી શકશે નહિ. ૬.
पाद – न्यासादपि च पुनतो यात्रया ते त्रिलोकीं
हेमाभासो भवति सुरभिः श्रीनिवासश्व पद्मः ।
सर्वाङ्गेण स्पृशति भगवंस्त्वय्यशेषं मनो मे
श्रेयः किं तत् स्वयमहरहर्यन्न मामभ्युपैति ।।७।।
શ્રી વિહાર પરિવાહ હોત શુચિરૂપ સકલ જગ,
કમલકનક આભાવ સુરભિ શ્રીવાસ ધરત પગ;
મેરો મન સર્વંગ, પરસ પ્રભુકો સુખ પાવૈ,
અબ સો કૌન કલ્યાન જો ન દિન દિન ઢિગ આવૈ. ૭.