કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૫૭
અર્થ : — હે ભગવાન્! આપના વિહાર દ્વારા ત્રણ લોકને પવિત્ર
કરતાં આપના ચરણોના નિક્ષેપ (મૂકવા) માત્રથી કમળો સુવર્ણની
આભાસહિત, સુગંધિત અને શ્રીલક્ષ્મીનું નિવાસસ્થાન થઈ જાય છે. (આમ
વાત છે ત્યાં) મારું સંપૂર્ણ મન જો ધ્યાનદ્વારા આપનો સર્વાંગે સ્પર્શ કરે
છે તો પછી એવું કયું કલ્યાણ છે કે જે મને સ્વયં પ્રતિદિન પ્રાપ્ત ન
થાય? – હું બધા જ શ્રેયો પ્રાપ્ત કરવાનું પાત્ર છું. ૭.
पश्यन्तं त्वद्वचनममृतं भक्ति – पात्र्या पिबन्तं
कर्मारण्यात्पुरूषमसमानन्दधाम – प्रविष्टम् ।
त्वां दुर्वार – स्मर – मदहरं त्वत्प्रसादैकभूमिं
क्रूराकाशः कथमिव रुजाः कण्टका निर्लुठन्ति ।।८।।
ભવતજ સુખપદ બસે કામમદસુભટ સંહારે,
જો તુમકો નિરખંત સદા પ્રિયદાસ તિહારે;
તુમ વચનામૃતપાન ભક્તિઅંજુલિસોં પીવૈ,
તિન્હૈં ભયાનક ક્રૂરરોગરિપુ કૈસે છીવૈ. ૮.
અર્થ : — હે જિનરાજ! આપ દુર્નિવાર કામદેવના મદને દૂર
કરનાર છો અને કર્મરૂપ (દુઃખદાયક) વનમાંથી નીકળીને અનુપમ સુખનું
સ્થાન જે મુક્તિધામ છે તેમાં પ્રવેશી ચુક્યા છો, આપનું આવું રૂપ
જોનારને, આપના વચનામૃત ભક્તિરૂપ કટોરીથી પીનારને અને આપની
કૃપા – પ્રસાદની એક ભૂમિ બનેલા પુરુષને ક્રૂર આકૃતિવાળા રોગરૂપી
કાંટા કેવી રીતે પીડિત કરી શકે? કોઈ પણ પ્રકારે પીડા આપી શકે
નહિ. ૮.
पाषाणात्मा तदितरसमः केवलं रत्नमूर्तिर् –
मानस्तम्भो भवति च परस्तादृशो रत्नवर्गः ।
दृष्टि – प्राप्तो हरति स कथं मानरोगं नाराणां
प्रत्यासत्तिर्यथी न भवतस्तस्य तच्छक्ति हेतुः ।।९।।