Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 58 of 105
PDF/HTML Page 66 of 113

 

background image
૫૮ ][ પંચસ્તોત્ર
માનથંભ પાષાન આન પાષાન પટંતર,
એસે ઔર અનેક રતન દીખૈં જગ અંતર;
દેખત દ્રષ્ટિપ્રમાન માનમદ તુરત મિટાવૈ,
જો તુમ નિકટ ન હોય શક્તિ યહ કયોં કર પાવૈ. ૯.
અર્થ :હે જિનદેવ! આપના સમવસરણમાં સ્થિત જે માનસ્તંભ
છે તે પાષાણનો છે તેથી અન્ય પાષાણો સમાન છે અને કેવળ રત્નપાષાણ
નિર્મિત મૂર્તિ છે, તેવા રત્નો બીજા પણ છે, તો પાછી તે મનુષ્યોના
માનરૂપી રોગને દર્શનમાત્રથી જ કેવી રીતે દૂર કરે છે, જો આપની
સમીપતાના પ્રભાવથી જ તેમાં તે શક્તિ ઉત્પન્ન ન થતી હોય? અર્થાત્
આપની સમીપતાના પ્રભાવથી જ તેનામાં તેવી શક્તિનો સંચાર થાય છે
કે જે બીજા પાષાણ તથા રત્નોમાં હોતી નથી, માટે આપનો જ અપૂર્વ
મહિમા છે. ૯.
हृद्यः प्राप्तो मरुदपि भवन्मूर्तिशैलोपवाही
सद्यः पुंसां निरवधिरुजाधूलिबन्धं धुनोति
ध्यानाहूतो हृदयकमलं यस्य तु त्वं प्रविष्टम्
तस्याशक्यः क इह भुवने देव लोकोपकारः ।।१०।।
પ્રભુતન પર્વતપરસ પવન ઉરમેં નિવહૈ હૈ,
તાસોં તતછિન સકલ રોગરજ બાહિર હ્વૈ હૈ;
જાકે ધ્યાનાહૂત બસો ઉરઅંબુજમાંહીં,
કૌન જગત ઉપકારકરન સમરથ સો નાહીં. ૧૦.
અર્થ :હે જિનદેવ! આપની મૂર્તિરૂપી પર્વતને અડીને વહેતો
પવન પણ અનુકૂળપણે પ્રાપ્ત થઈને મનુષ્યોના નિઃસીમ રોગરૂપી ધૂળના
સમૂહને શીઘ્ર ખંખેરી નાખે છે તો પછી ધ્યાન દ્વારા બોલાવાયેલ આપ જેના
હૃદયકમળમાં પ્રવેશ કરો છો તે મનુષ્ય દ્વારા એવો કયો લોકોપકાર છે કે
જે આ લોકમાં અશક્ય હોય? ૧૦.