કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૫૯
जानासि त्वं मम भवभवे यच्च याद्रक् च दुःखं
जातं यस्य स्मरणमपि मे शसवन्निष्पिनष्टि ।
त्वं सर्वेशः सकृप इति च त्वामुपेतोऽस्मि भक्त्या
यत्कर्तव्यं तदिह विषये देव एव प्रमाणम् ।।११।।
જનમ જનમકે દુઃખ સહે સબ તે તુમ જાનો,
યાદ કિયે મુઝ હિયે લગૈ આયુધસે માનોં;
તુમ દયાલ જગપાલ સ્વામિ મૈ શરન ગહી હૈ,
જો કછુ કરનો હોય કરો પરમાન વહી હૈ. ૧૧.
અર્થ : — હે જિનેન્દ્રદેવ! (આ ચતુર્ગતિરૂપ સંસારમાં અનાદિકાળથી
ભ્રમણ કરતા) મને ભવભવમાં જે, જેટલું અને જે પ્રકારનું દારૂણ દુઃખ
પ્રાપ્ત થયું છે કે જેનું સ્મરણ પણ મને શસ્ત્ર આઘાતની જેમ કષ્ટ આપે
છે તે બધું આપ જાણો છો, આપ સર્વ રીતે સમર્થ છો, દયાળુ છો તેથી
જ હું ભક્તિભાવપૂર્વક આપના શરણમાં આવ્યો છું. હવે આ વર્તમાન
દુઃખ – સંતાપના વિષયમાં જે કાંઈ પણ કર્તવ્ય હોય તે જ મને પ્રમાણ છે
–
આપ જે કાંઈ પણ કરશો તે મને માન્ય છે, મેં આપના ઉપર બધું છોડી
દીધું છે. ૧૧.
प्रापद्रैव तव नुतिपदैर्जीवकेनोपदिष्टैः
पापाचारी मरणसमये सारमेयोऽपि सौख्यम् ।
कः सन्देहो यदुपलभते वासव – श्री – प्रभुत्वं
जल्पन् जाप्यैर्मणिभिरमलैस्त्वन्नमस्कारचक्रम् ।।१२।।
મરન સમય તુમ નામ મંત્ર જીવકતૈં પાયો,
પાપાચારી શ્વાન પ્રાન તજ અમર કહાયો,
જો મણિમાલા લેય જપૈ તુમ નામ નિરંતર,
ઇન્દ્રસંપદા લહૈ કૌન સંશય ઇસ અંતર. ૧૨.