૬૦ ][ પંચસ્તોત્ર
અર્થ : — હે જિનેન્દ્રભગવાન! એક પાપાચારી – આખી જિંદગી
પાપમાં લીન – કૂતરો પણ મરતી વખતે જીવક દ્વારા કાનમાં જપવામાં
આવેલા આપના નમસ્કાર મંત્રના પ્રભાવથી દેવગતિનું સુખ પામ્યો છે તો
પછી કોઈ નિર્મળ મણિની માળાથી આપના નમસ્કારચક્રનો ભાવપૂર્વક જાપ
કરતો થકો મરીને ઇન્દ્રની વિભૂતિનો સ્વામી બને એમાં શો સંદેહ છે?
અર્થાત્ એમાં કોઈ સંદેહનો અવસર નથી. ૧૨.
शुद्धे ज्ञाने शुचिनि चरिते सत्यपि त्वय्यनीचा
भक्तिर्नाे चेदनवधिसुखावञ्चिका कुच्चिकेयम् ।
शक्योद्घाटं भवति हि कथं मुक्तिकामस्य पुंसो
मुक्ति – द्वारं परिदृढ – महामोह – मुद्रा – कपाटम् ।।१३।।
જો નર નિર્મલ જ્ઞાન માન શુચિ ચારિત સાધૈ,
અનવધિ સુખકી સાર ભક્તિ કૂચી નહિં લાધૈ;
સો શિવવાંછક પુરૂષ મોક્ષપટ કેમ ઉધારૈ,
મોહ મુહર દિઢ કરી મોક્ષમંદિરકે દ્વારૈ. ૧૩.
અર્થ : — હે ભગવાન! શુદ્ધ જ્ઞાન અને નિર્મળ ચારિત્ર હોવા છતાં
પણ જો મુમુક્ષુ જીવની આપના પ્રત્યે આ ઊંચા પ્રકારની ભક્તિ ન હોય
કે જે અમર્યાદિત – અનંત સુખ પ્રાપ્તિની અચુક કૂંચી છે — તો તે મુક્તિનું
દ્વાર કેવી રીતે ખોલી શકશે કે જે સુદ્રઢ મહામોહની મુદ્રા યુક્ત તાળાવાળા
દ્વારથી બંધ છે? અર્થાત્ નહિ ખોલી શકે. ૧૩.
प्रच्छन्नः खल्वयमद्यमयैरन्धकारैः समन्तात्
पन्था मुक्तेः स्थफु टितपदः क्लेशगर्तैरगाधैः ।
तत्कस्तेन व्रजति सुखतो देव तत्त्वावभासी
यद्यग्रेऽग्रे न भवति भवद्भारती – रत्नदीपः ।।१४।।
શિવપુરકેરો પંથ પાપતમસો અતિછાયો,
દુખસરૂપ બહુ કૂપખાડ સોં વિકટ બતાયો;