કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૬૧
સ્વામી સુખસોં તહાં કૌન જન મારગ લાગૈં,
પ્રભુ પ્રવચન મણિદીપ જોન કે આગૈં આગૈં. ૧૪.
અર્થ : — હે જિનદેવ! મુક્તિનો આ માર્ગ બધી બાજુથી પાપરૂપ
અંધકારથી – મિથ્યાદર્શનાદિરૂપ તિમિરપટલોથી – આચ્છાદિત છે અને બહુ
ઊંડા ક્લેશકારી ખાડાઓ દ્વારા – નરક, નિગોદાદિના દુઃખોથી પૂર્ણ સ્થાનોથી
ઊબડ – ખાબડ વિષમ સ્થાન બનેલ છે; ત્યાં કયો મનુષ્ય સુખપૂર્વક તે માર્ગ
ઉપર ચાલી શકે? જો યથાર્થ વસ્તુતત્ત્વનો પ્રકાશક આપના વચનરૂપ રત્ન –
દીપક આગળ આગળ ન ચાલતો હોય. ભાવાર્થ એમ છે કે આપની
વાણીનો પ્રકાશ પામ્યા વિના કોઈ પણ મનુષ્ય તે મુક્તિના માર્ગ પર
સુખપૂર્વક ચાલવામાં સમર્થ થઈ શકે નહિ. ૧૪.
आत्मज्योतिर्निधिरनवधिर्द्रष्टुरानन्दहेतुः
कर्म – क्षोणी – पटल – पिहितो योऽनवाप्यः परेषाम् ।
हस्ते कुर्वन्त्यनतिचिरतस्तं भवद्भक्ति – भाजः
स्तोत्रैर्बन्ध – प्रकृति – परुषोद्दाम – धात्री – खनित्रैः ।।१५।।
કર્મપટલભૂમાહિં દબી આતમનિધિ ભારી,
દેખા અતિસુખ હોય વિમુખજન નાહિં ઉધારી;
તુમ સેવક તતકાલ તાહિ નિહચૈ કર ધારૈ,
થુતિ કુદાલસોં ખોદ બંદ ભૂ કઠિન વિદારે. ૧૫.
અર્થ : — આત્મજ્યોતિરૂપ નિધિ અમર્યાદિતરૂપે સ્થિત છે તેનો
ક્યાંય અંત નથી – જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પૃથ્વીના પડોથી તે આચ્છાદિત છે,
જોનારને આનંદનું કારણ છે – દર્શનમાત્રથી જેના આનંદનો ઉદ્ભવ થાય છે
અને જે બીજાઓ દ્વારા – અભક્ત હૃદયો દ્વારા અપ્રાપ્ય છે, તેને આપના
ભક્તો તરત જ તે સ્તોત્રો દ્વારા પ્રાપ્ત કરી લે છે કે જે ( પ્રકૃતિ, સ્થિતિ,
અનુભાગ – પ્રદેશરૂપ) દ્રઢ બંધનપ્રાપ્ત કઠોર અને અતિ ઉગ્ર (કર્મરૂપ)
ભૂમિને ખોદવામાં સમર્થ તીક્ષ્ણ કોદાળી સમાન છે. ૧૫.