Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 62 of 105
PDF/HTML Page 70 of 113

 

background image
૬૨ ][ પંચસ્તોત્ર
प्रत्युत्पन्ना नय हिमगिरेरायता चामृताब्धे -
र्या देव त्वत्पदकमलयोः संगता भक्ति - गंगा
चेतस्तस्यां मम रूचिवशादाप्लुतं क्षालितांहः
कल्माषं यद्भवति किमियं देव सन्देहभूमि ।।१६।।
શ્યાદ્વાદગિરિ ઉપજૈ મોક્ષ સાગર લોં ધાઈ,
તુમ ચરણાંબુજ પરસ ભક્તિગંગા સુખદાઈ;
મો ચિત્ત નિર્મલ થયો ન્હોન રુચિપૂરવ તામૈં,
અબ વહ હો ન મલીન કૌન જિન સંશય યામૈં. ૧૬.
અર્થ :હે જિનદેવ! આપના ચરણકમળોને પ્રાપ્ત થયેલી જે
ભક્તિગંગા છે તે (સ્યાદ્વાદ) નયરૂપ હિમાલયમાંથી ઉત્પન્ન થઈને
પ્રવાહિત થઈ અમૃતસાગરરૂપ મોક્ષમાં જઈને મળી છે. તેમાં મારું મન
સ્વરુચિથી ડૂબકી લગાવીને જો પાપરૂપ મેલને ધોઈ નાખે તો એમાં શું કોઈ
સંદેહ કરવા જેવી વાત છે? જરા પણ સંદેહ કરવા યોગ્ય વાત નથી. ૧૬.
प्रादुर्भूतस्थिरपदसुख त्वामनुध्यायतो मे
त्वय्येवाहं स इति मतिरूपत्पद्यते निर्विकल्पा
मिथ्यैवेयं तदपि तनुते तृप्तिमभ्रेषरूषां
दोषात्मनोऽप्यनिमतफलास्त्वत्प्रसादाद्भवन्ति ।।१७।।
તુમ શિવસુખમય પ્રગટ કરત પ્રભુ ચિંતન તેરો,
મૈં ભગવાન સમાન ભાવ યોં વરતૈ મેરો;
યદપિ જૂઠ હૈ તદપિ તૃપ્તિ નિશ્ચલ ઉપજાવૈ,
તુવ પ્રસાદ સકલંક જીવ વાંછિત ફલ પાવૈ. ૧૭.
અર્થ :સ્થિર પદના સુખની પ્રગટતા પામેલ હે જિનેન્દ્ર
ભગવાન! આપનું ધ્યાન કરતાં મને આપના વિષયમાં સોહંની નિર્વિકલ્પ
બુદ્ધિજે આપ છો તેજ હું છું એવી નિઃસંશય બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. આ