કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૬૩
બુદ્ધિ જો કે મિથ્યા જ છે તો પણ તે મને અચળ તૃપ્તિ આપે છે અને
તે યોગ્ય છે કારણ કે આપના પ્રસાદથી દોષી મનુષ્ય પણ અભિમત ફળની
પ્રાપ્તિ કરી લે છે. ૧૭.
मिथ्यावादं मलमपनुदन् सप्तभंगी – तरङ्गै –
र्वागम्भोदिर्भुवनमखिलं देव पर्यति यस्ते ।
तस्यावृतिं सपदि विबुधाश्चेतसैवाचलेन
व्यातन्वन्तः सुचिरममृतासे वयातृप्नुवन्मि ।।१८।।
વચન જલધિ તુમ દેવ સકલ ત્રિભુવનમેં વ્યાપૈ,
ભંગ તરંગિનિ વિકથવાદમલ મલિન ઉથાપૈ;
મનસુમેરુસો મથૈ તાહિ જે સમ્યગ્જ્ઞાની
પરમામૃત સોં તૃપત હોહિં તે ચિરલોં પ્રાની. ૧૮.
અર્થ : — હે અર્હન્ ભગવન્! આપનો જે વચનસમુદ્ર છે – દિવ્ય -
ધ્વનિ દ્વારા મુખારિત થયેલો શ્રુતસાગર છે – તે પોતાની સપ્તભંગાત્મક
તરંગોદ્વારા મિથ્યાવાદરૂપ મળને – સર્વથા એકાન્તમય વસ્તુતત્ત્વના કથન
વિકારને – દૂર કરતો થકો આખાય વિશ્વમાં ફેલાયેલ છે. જે વિબુધજન છે
તેઓ શીઘ્ર જ પોતાના એકાગ્ર ચિત્ત દ્વારા તેનું મંથન કરીને જે અમૃત –
મોક્ષતત્ત્વને પ્રાપ્ત કરે છે તેની ભરપૂર સેવાથી ચિરકાળ સુધી તૃપ્ત અને
સુખી બની રહે છે. ૧૮.
आहार्य्येभ्यः स्पृहयति परं यः स्वभावादहृद्यः
शस्त्र – ग्राही भवति सततं वैरिणा यश्च शक्यः ।
सर्वाङ्गेषु त्वमसि सुभगस्त्वं न शक्यः परेषां
तत्किं भूषा – वसनकुसुमैः किं च शस्त्रैरुदस्रैः ।।१९।।
જો કુદેવ છબિહીન વસન ભૂષણ અભિલાખૈ;
વૈરી સોં ભયભીત હોય સો આયુધ રાખૈ;
તુમ સુંદર સર્વાંગ શત્રુ સમરથ નહિં કોઈ,
ભૂષણ વસન ગદાદિ ગ્રહન કાહેકો હોઈ. ૧૯.