૬૪ ][ પંચસ્તોત્ર
અર્થ : — જે સ્વભાવથી અમનોજ્ઞ હોય તે શૃંગારોની ઇચ્છા કરે છે
અને જે શત્રુ દ્વારા જીતાઈ જવા યોગ્ય હોય તે ભયથી સદા શસ્ત્રોનું ગ્રહણ
કરે છે. ભગવાન્! આપ તો સર્વાંગ સુંદર છો, બીજાઓ દ્વારા આપ અજેય
છો; તો પછી (સ્વભાવથી જ સુંદર હોવાને લીધે) વસ્ત્રો આભૂષણો અને
પુષ્પોનું આપને શું પ્રયોજન હોય? તથા શત્રુઓથી અજેય હોવાના કારણે
શસ્ત્રો – અશસ્ત્રોથી પણ શું પ્રયોજન હોય ૧૯.
इन्द्रः सेवां तव सुकुरुतां किं तया श्लाघनं ते
तस्यैवेयं भवलयकारी श्लाध्यतेमातनोति ।
त्वं निस्तारी जनन – जलधेः सिद्धि – कान्ता – पतिस्त्वं
त्वं लोकानां प्रभुरिति तव श्लाध्यते स्तोत्रमित्थम् ।।२०।।
સુરપતિ સેવા કરૈ કહા પ્રભુ પ્રભુતા તેરી,
સો સલાધના લહૈ મિટૈ જગસોં જગ કેરી;
તુમ ભવજલધિ જિહાજ તોહિ શિવકંત ઉચરિયે,
તુહીં જગત – જનપાલ નાથથુતિકી થુતિ કરીયે. ૨૦.
અર્થ : — હે તીર્થંકર ભગવાન! ઇન્દ્ર આપની જે સારી રીતે –
સેવા પૂજા – ભક્તિ કરે છે તેનાથી આપનો શું મહિમા અથવા પ્રશંસા
છે? કાંઈ પણ નહિ. આ સેવા તો તે ઇન્દ્રના જ મહિમા પ્રશંસાનું
કારણ બને છે; કેમ કે તે તેના ભવભ્રમણનો નાશ કરે છે.
વાસ્તવમાં આપ સંસાર-સમુદ્રથી પાર કરનાર છો, સિદ્ધિકાન્તાના સ્વામી
છો અને ત્રણે લોકના સ્વામી છો આ જાતનું સ્તોત્ર આપની પ્રશંસાનું
દ્યોતક છે. ૨૦.
वृत्तिर्वाचामपरसदृशी न त्वमन्येन तुल्यः
स्तुत्युद्गाराः कथमिव ततः त्वय्यमी नः क्रमन्ते ।
भैवं भूवंस्तदपि भगवन् भक्ति – पीयूष पुष्टाम् –
ते भव्यानामभिमतफलाः पारिजाता भवन्ति ।।२१।।