કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૬૫
વચન જાલ જડરૂપ આપ ચિન્મૂરતિ ઝાંઈ,
તાતૈં યુતિ આલાપ નાહિં પહુંચૈ તુમ તાંઈ;
તો ભી નિર્ફલ નાહિં ભક્તિરસભીને વાયક,
સંતનકો સુરતરુ સમાન વાંછિત વરદાયક. ૨૧.
અર્થ : — હે ભગવન્! વચનોની પ્રવૃત્તિ અપરસદ્રશ છે – અચેતન
પુદ્ગલ જેવી છે અને આપ અન્યસમ – પુદ્ગલરૂપ નથી તેથી અમારા
સ્તુતિરૂપ વચનો આપની પાસે કેવી રીતે પહોંચી શકે? ન પહોંચી શકે;
પરંતુ ભલે ન પહોંચે છતાં પણ ભક્તિરૂપ સુધારસથી પુષ્ટ થયેલા આ
સ્તુતિરૂપ ઉદ્ગાર ભવ્યજીવોને માટે અભિષ્ટ ફળ આપનાર કલ્પવૃક્ષ સમાન
બને છે. ૨૧.
कोपावेशो न तव न तव क्वापि देवप्रसादो
व्याप्तं चेतस्तव हि परमोपेक्षयैवानपेक्षम् ।
आज्ञावश्यं तदपि भुवनं सन्निधिर्वैर – हारी
क्वैंवंभूतं भुवनतिलक प्राभवं त्वत्परेषु ।।२२।।
કોપ કભી નહિં કરો પ્રીતિ કબહૂ નહિં ધારો,
અતિ ઉદાસ બેચાહ ચિત્ત જિનરાજ તિહારો;
તદપિ આન જગ બહૈ બૈર તુમ નિકટ ન લહિયે,
યહ પ્રભુતા જગ તિલક કહાં તુમ વિન સરદહિયે. ૨૨.
અર્થ : — હે ત્રિભુવનતિલક દેવ! આપ કોઈના પણ ઉપર ક્રોધ
કરતા નથી અને કોઈના પણ ઉપર પ્રસન્નતાનો ભાવ પણ પ્રગટ કરતા
નથી. વાસ્તવમાં આપનું ચિત્ત જે કોઈની અપેક્ષા રાખતું નથી તે સદા પરમ
ઉપેક્ષાથી – વીતરાગતાથી વ્યાપ્ત રહે છે. આમ હોવા છતાં પણ આ લોક
આપની આજ્ઞાને આધીન છે અને આપનું સામીપ્ય વેરને દૂર કરે છે –
આપની સમીપ આવતાં જાતિવિરોધી જીવોનું વેર ચાલ્યું જાય છે, કોઈ એક
બીજાને દ્વેષભાવથી જોતું નથી. આવી જાતનો પ્રભાવ આપનાથી ભિન્ન
કોપાદિયુક્ત સરાગ દેવોમાં ક્યાં હોય? ક્યાંય ન હોય ૨૨.