૬૬ ][ પંચસ્તોત્ર
देव स्तोतुं त्रिदिव – गणिका – मण्डली – गीतकीर्ति
तोतूर्ति त्वां सकल – विषय – ज्ञान – मूर्तिं जनो यः ।
तस्य क्षेमं न पदमटतो जातु जोहूर्ति पन्थासू –
तत्त्वग्रन्थ – स्मरण – विषये नैष भोमूर्ति मर्त्यः ।।२३।।
સુરતિય ગાવૈં સુયશ સર્વગતિ જ્ઞાનસ્વરૂપી,
જો તુમકો થિર હોહિં નમૈં ભવિઆનંદરૂપી;
તાહિ છેમપુર ચલનવાટ બાકી નહિ હો હૈં,
શ્રુતકે સુમરનમાંહિ સો ન કબહૂ નર મોહૈં. ૨૩.
અર્થ : — હે જિનદેવ! આપ એવા જ્ઞાનની મૂર્તિ છો કે જેણે સકળ
પદાર્થોને પોતાનો વિષય કર્યો છે અને સ્વર્ગોની અપ્સરાઓએ મળીને
આપના ખૂબ યશોગાન કર્યા છે. આપની સ્તુતિ કરવા માટે જે ઉત્સુક અને
ઉદ્યત થાય છે તે ક્ષેમરૂપ મોક્ષ તરફ ગમન કરનાર મનુષ્યોનો માર્ગ કદી
પણ કુટિલ અને જટિલ બનતો નથી અને તે તત્ત્વગ્રન્થોના સ્મરણમાં કદી
મોહ પામતા નથી – તત્ત્વસમૂહના વિષયમાં તેમને કદી કોઈ સંદેહ ઉત્પન્ન
થતો નથી. ૨૩.
चित्त कुर्वन्निरवधि – सुख – ज्ञान – द्रद्रग्दवीर्यरूपं
देव ! त्वां यः समय – नियमादादरेण स्तवीति ।
श्रेयोमार्गं स खलु सुकृती तावता पूरयित्वा
कल्याणानां भवति विषयः पञ्चधा पञ्चितानाम् ।।२४।।
અતુલ ચતુષ્ટયરૂપ તુમૈં જો ચિત્તમૈં ધારૈ,
આદરસોં તિહુંકાલમાહિં જગથુતિ વિસ્તારે;
સો સુક્રત શિવપંથ ભક્તિરચના કર પૂરૈ!
પંચકલ્યાનક ૠદ્ધિપાય નિહચૈ દુઃખ ચૂરૈ. ૨૪.
અર્થ : — હે તીર્થંકર જિનદેવ! જે કોઈ ભવ્યપ્રાણી આપને