કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૬૭
અનંતસુખ, અનંતજ્ઞાન, અનંત દર્શન અને અનંતવીર્યરૂપ હૃદયમાં ધારણ
કરતો થકો – ધ્યાતો થકો નિશ્ચિત સમયના નિયમપૂર્વક નિત્ય આદર સહિત
આપની સ્તુતિ કરે છે તે પુણ્યવાન પુરુષ એટલા માત્રથી જ કલ્યાણમાર્ગને
પૂર્ણ કરીને પાંચ પ્રકારના વિસ્તૃત કલ્યાણકોનો પાત્ર બને છે. ૨૪.
भक्तिप्रह्व – महेन्द्र – पूजितपद त्वत्कीर्तने न क्षमाः
सूक्ष्म – ज्ञान – द्रशोऽपि संयमभृतः के हन्त मन्दा वयम् ।
अस्माभिः स्तवनच्छलेन तु परस्त्वय्यादरस्तन्यते
स्वात्माधीन – सुखैषिणां स खलु नः कल्याण – कल्पद्रुमः ।।२५।।
અહો જગતપતિ પૂજ્ય અવધિજ્ઞાની મુનિ હારૈ,
તુમ ગુનકીર્તનમાહિં કૌન હમ મંદ વિચારૈ;
થુતિ છલસોં તુમ વિષૈ દેવ આદર વિસ્તારે!
શિવમુખ પૂરનહાર કલ્પતરુ યહી હમારે. ૨૫.
અર્થ : — હે જિનેન્દ્ર ભગવાન! ભક્તિથી નમ્રીભૂત થઈને મહાન
દેવેન્દ્ર આપના ચરણોને પૂજે છે, સૂક્ષ્મ જ્ઞાન – દર્શનના ધારક અને સંયમથી
ભરપૂર (સ્વામી સમન્તભદ્ર જેવા સ્તુતિકાર) મુનિરાજ પણ આપનું કીર્તન
કરવામાં સમર્થ નથી; તો અમારા જેવા મન્દબુદ્ધિવાળાઓની તો વાત જ
શી કરવી? અમે તો સ્તવનના બહાને આપના પ્રત્યે મારા ઉચ્ચ આદરનો
વિસ્તાર કર્યો છે. આ સ્તવનરૂપ ઉચ્ચ આદર અમારા જેવા સ્વાત્માધીન
સુખના ઇચ્છકોને માટે ‘કલ્યાણ – કલ્પદ્રુમ’ છે – કલ્યાણ પ્રદાન કરનાર
કલ્પવૃક્ષ છે. ૨૫.
પ્રશસ્તિ
वादिराजमनु शाब्दिक – लोको
वादिराजमनु तार्किक – सिंहः ।
वादिराजमनु काव्यकृतस्ते
वादिराजमनु भव्य सहायः ।।१।।