૬૮ ][ પંચસ્તોત્ર
વાદિરાજ મુનિતૈં અનુ, વૈયાકરણી સારે,
વાદિરાજ મુનિતૈં અનુ તાર્કિક વિદ્યાવારે;
વાદિરાજ મુનિતૈં અનુ હૈં કાવ્યનકે જ્ઞાતા,
વાદિરાજ મુનિતૈં અનુ હૈં ભવિજનકે ત્રાતા.
અર્થ : — (વર્તમાનમાં – વાદિરાજના સમયમાં) જે શાબ્દિક લોક છે –
શબ્દશાસ્ત્રના જ્ઞાતાઓ (વૈયાકરણો)નો સમૂહ છે – તે વાદિરાજનો અનુવર્તી
છે – પ્રસ્તુત સ્તોત્રના કર્તા વાદિરાજમુનિ તેમના અગ્રણી છે – જે તાર્કિક
સિંહોનો સમૂહ છે, તે વાદિરાજનો અનુવર્તી છે; જે કાવ્યકર્તા છે તે બધા
વાદિરાજના અનુવર્તી છે અને જે ભવ્યજીવોની સહાય કરનારાઓનો
સમુદાય છે, તે પણ વાદિરાજનો અનુવર્તી છે – વાદિરાજ મુનિને જ તેમાં
પ્રમુખ સ્થાન પ્રાપ્ત છે.