°
શ્રી મહાકવિ ધનંજય રચિત
વિષાપહાર સ્તોત્ર
(उपजाति)
स्वात्मस्थितः सर्वगतः समस्त –
व्यापारवेदी विनिवृत्तसंगः ।
प्रवृद्धकालोप्यजरो वरेण्यः,
पायादपायात्पुरुषः पुराणः ।।१।।
અર્થ : — પોતાના આત્મસ્વરૂપમાં સ્થિત હોવા છતાં પણ
સર્વવ્યાપક, સમસ્ત વ્યાપારોના જ્ઞાતા હોવા છતાં પણ પરિગ્રહરહિત,
દીર્ઘાયુ હોવા છતાં પણ વૃદ્ધાવસ્થા રહિત, એવા સર્વશ્રેષ્ઠ પુરાણ પુરુષ શ્રી
આદિનાથ જિનેન્દ્રદેવ ભવ્ય જીવોને સાંસારિક દુઃખોથી છોડાવીને મોક્ષસુખ
પ્રદાન કરો. ૧.
परैरचिन्त्यं युगभारमेकः,
स्तोतुं वहन्योगिभिरप्यशक्यः ।
स्तुत्योऽद्य मेऽसौ वृषभो न भानोः,
किमप्रवेशे विशति प्रदीपः ।।२।।
અર્થ : — હે પ્રભો! આપ ચક્રવર્ત્તી આદિ દ્વારા અચિંત્ય છો,
કર્મભૂમિની શરૂઆતમાં કર્મભૂમિનો ભાર આપે એકલાએ જ વહન કર્યો
હતો, આપની સ્તુતિ કરવામાં પરમ ૠદ્ધિસંપન્ન યોગીઓ પણ અસમર્થ
છે. આજ તે જ શ્રી ૠષભનાથ ભગવાનની હું સ્તુતિ કરી રહ્યો છું. તે
બરાબર છે કેમકે જ્યાં સૂર્યનો પ્રકાશ નથી પહોંચતો ત્યાં શું દીપક પ્રકાશ
નથી કરતો? અર્થાત્ કરે જ છે. ૨.