૭૦ ][ પંચસ્તોત્ર
तत्याज शक्रः शकनाभिमानं,
नाहं त्यजामि स्तवनानुबंधम् ।
स्वल्पेन बोधेन ततोऽधिकार्थं,
वातायनेनेव निरूपयामि ।।३।।
અર્થ : — હે ત્રિલોકનાથ! ઇન્દ્રે આપની સ્તુતિ કરવાની શક્તિનું
અભિમાન છોડી દીધું હતું પરંતુ હું આપની સ્તુતિ કરવાનો પ્રયત્ન છોડતો
નથી. જેમ નાનકડા વાબારામાંથી ડોકાઈને તેના કરતા અનેકગણા મોટા
પદાર્થોનું વર્ણન કરવામાં આવે છે તેવી જ રીતે હું (મારા) થોડાક જ્ઞાન
દ્વારા ઘણા મહાન પદાર્થનું વર્ણન કરું છું. ૩.
त्व विश्वद्रश्व सकलैरदृश्यो,
विद्वानशेषं निखिलैरवेद्यः ।
वक्तुं कियान्कीदृशमित्यशक्यः,
स्तुतिस्ततोऽशक्तिकथा तवास्तु ।।४।।
અર્થ : — હે સર્વજ્ઞદેવ! આપ સકળ વિશ્વને દેખો છો પરંતુ આપ
બધાથી અદ્રશ્ય રહો છો. આપ પૂર્ણજ્ઞાતા છો પરંતુ આપને કોઈ જાણતું
નથી. આપ કેવડા અને કેવા છો એ કહેવાને કોઈ સમર્થ નથી માટે આપની
સ્તુતિ ન કરી શકવારૂપ જે કથા છે તે જ આપની સ્તુતિ છે. ૪.
व्यापीडितं बालमिवात्मदोषै –
रुल्लाघतां लोकमवापिपस्त्वं ।
हिताहितान्वेषणमांद्यभाजः
सर्वस्य जंतोरसि बालवैद्यः ।।५।।
અર્થ : — હે જિનેશ્વર! જેમ બાળકો અણસમજણા હોવાને કારણે
વાતાદિ દોષોથી પીડાતા હોય છે તે સમયે બાળરોગોના નિષ્ણાત વૈદ્ય તેમને
નિરોગ કરે છે તેવી જ રીતે સંસારી જીવો પોતાના આત્માની ભ્રાન્તિરૂપ
રોગથી અત્યંત દુઃખી થઈ રહ્યા છે તેમને આપે મોક્ષમાર્ગરૂપી નીરોગતાની