વિષાપહાર સ્તોત્ર ][ ૭૧
પ્રાપ્તિ કરાવી છે. હિત – મોક્ષ (આત્માની પૂર્ણ અવસ્થા) અને મોક્ષના કારણ
(પૂર્ણતાની શ્રદ્ધા) તથા અહિત – સંસાર (આત્માની અપૂર્ણ દશા) અને
સંસારના કારણ (અપૂર્ણતાની શ્રદ્ધા) બન્નેનો નિર્ણય કરવામાં અસમર્થ બધા
અજ્ઞાની જીવોના આપ ખરેખર બાળવૈદ્ય છો. ૫.
दाता न हर्ता दिवसं विवस्वा –
नद्यश्व इत्यच्युत दर्शिताशः ।
सव्याजमेवं गमयत्यशक्तः
क्षणेन दत्सेऽभिमतं नताय ।।६।।
અર્થ : — હે અચ્યુત! આપ નમ્ર મનુષ્યને ક્ષણમાત્રમાં મનોવાંછિત
સિદ્ધિ આપો છો. અર્થાત્ આપ સમાન નિજ શુદ્ધાત્માનું ધ્યાન કરનાર
જીવોને આપ ક્ષણવારમાં મોક્ષદશાની પ્રાપ્તિ કરાવી દ્યો છો. પરંતુ સૂર્ય જેમ
આજ અને કાલ એમ કરતો દિશા દેખાડીને દિવસ વીતાવી દે છે પરંતુ
દેતો લેતો કાંઈ નથી તેવી જ રીતે આપના સિવાય બીજું કોઈ પણ આજ
આપીશ, કાલ આપીશ, અને ઇચ્છિતપદ આપવાની આશા દેખાડીને સમય
વીતાવી દે છે કેમ કે તે સ્વતઃ અસમર્થ છે. ૬.
उपैति भक्त्या सुमुखः सुखानि,
त्वयि स्वभावाद्विमुखश्च दुःखं ।
सदावदातद्युतिरेकरूप -
स्तयोस्त्वमादर्श इवावभासि ।।७।।
અર્થ : — હે પ્રભુવર! આપના પ્રત્યે ભક્તિ હોવાથી સમ્યગ્દ્રષ્ટિ
જીવ સ્વભાવથી જ સુખ પામે છે અને આપથી વિમુખ મિથ્યાદ્રષ્ટિ જીવ
દુઃખ પામે છે. કેવળજ્ઞાન રૂપી પરમદ્યુતિને ધારણ કરનાર આપ સદૈવ તે
બન્ને તરફ દર્પણની જેમ સમતા સ્વભાવ ધારણ કરીને શોભાયમાન થાવ
છો અર્થાત્ પુજારી ઉપર આપ પ્રસન્ન થતા નથી અને નિન્દક ઉપર કોપ
કરતા નથી છતાં પણ તેઓ પોતપોતાના પરિણામો અનુસાર સુખ – દુઃખ
પામે છે. ૭.