આકાશ તથા પૃથ્વીની વિશાળતા પણ તેમના સુધી જ સીમિત છે પરંતુ
આપની ધીરજ, ઉન્નત પ્રકૃતિ અને ઉદારતા સમસ્ત લોકાલોકમાં વ્યાપી
રહી છે. ૮.
આપે અનવસ્થા (પરિવર્તનશીલતા) બતાવીને પુનરાગમનનો અભાવ કહ્યો
છે. આપ પ્રત્યક્ષ ફળ છોડીને અદ્રષ્ટ ફળ ચાહો છો; આ પ્રમાણે આપ
વિરુદ્ધ આચરણ સહિત હોવા છતાં પણ વિરુદ્ધ આચરણ રહિત છો, એ
મહાન્ આશ્ચર્ય છે. ૯.
દ્રવ્યદ્રષ્ટિથી નિત્ય અને પર્યાયદ્રષ્ટિથી અનિત્ય ધર્માત્મક છે. સંસારી જીવોની
અપેક્ષાએ પુનરાગમન છે પરંતુ મુક્ત જીવોની અપેક્ષાએ પુનરાગમન નથી
કેમ કે સંસારી જીવ રાગ દ્વેષ, મોહભાવોને વશ થવાના કારણે જુદી જુદી
યોનિઓમાં પરિભ્રમણ કર્યા કરે છે પરંતુ મુક્ત જીવોમાં કર્મકલંકનો અભાવ
થઈ ગયો છે તેથી તેમને પુનરાગમન થતું નથી. દ્રષ્ટફળ છોડીને અદ્રષ્ટફળ