Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 73 of 105
PDF/HTML Page 81 of 113

 

background image
વિષાપહાર સ્તોત્ર ][ ૭૩
ચાહવાનો અભિપ્રાય એ છે કે આપે ઇન્દ્રિયજનિત તુચ્છ સુખ છોડીને
અતીન્દ્રિયજન્ય પરમસુખ મોક્ષની ચાહ કરી. આ પ્રમાણે અર્થ કરવાથી
વાસ્તવમાં કોઈ પણ વિરોધ નથી. ૯.
स्मरः सुदग्धो भवतैव तस्मि
न्नुद्धलितात्मा यदि नाम शम्भुः
अशेत वृन्दोपहतोऽपि विष्णुः
किं गृह्यते येन भवानजागः ।।१०।।
અર્થ :હે અનંતવીર્યના ધારક! લોકવિજયી કામને વાસ્તવમાં
આપે જ ભસ્મ કર્યો છે, બીજા કોઈએ નહિ. જો મહાદેવને કામને ભસ્મ
કરવાને કારણે ઈશ્વર કહો તો તે બરાબર નથી કારણ કે તે પણ પાછળથી
કામથી પીડિત થઈ ગયા હતા. વિષ્ણુ પણ લક્ષ્મીની સાથે શયન કરવાને
કારણે અનેક આકુળતાઓથી પીડિત છે પરંતુ આપ સદૈવ આત્મામાં જાગૃત
રહેવાને કારણે કામનિદ્રામાં અચેત થયા નહિ અર્થાત્ હરિહરાદિક બધા દેવ
બાહ્ય પરિગ્રહથી લિપ્ત, નિદ્રા આદિ અઢાર દોષ સહિત તથા કામદ્વારા
પીડિત છે અને આપ અઢાર દોષરહિત બાહ્ય અંતરંગ બધા પરિગ્રહોથી
રહિત, નિરાકુળ અને સાચા કામવિજેતા છો. ૧૦.
स नीरजीस्यादपरोऽधवान्वा,
तदोषकीर्त्यैव न ते गुणित्वम्
स्वतोऽम्बुराशेर्महिमा न देव !
स्तोकापवादेन जलाशयस्य ।।११।।
અર્થ :હે જિનદેવ! આપનાથી ભિન્ન તે હરિહરાદિ દેવ નિર્દોષ
હોય કે સદોષ હોય, તેમના દોષોનું વર્ણન કરવા માત્રથી જ આપનું
ગુણીપણું નથી. જેમ વાવ, કૂવો, તળાવ આદિની નિંદા કરવાથી સમુદ્રનો
મહિમા હોય એમ બાબત નથી પરંતુ સમુદ્રનો મહિમા સ્વભાવથી જ હોય
છે તેવી જ રીતે અનંત જ્ઞાનાદિ અપરિમિત ગુણોના સ્વામી હોવાથી આપનો
સર્વોપરિ મહિમા સ્વભાવથી જ છે. ૧૧.