૭૪ ][ પંચસ્તોત્ર
कर्मस्थितिं जन्तुरनेकभूमिं,
नयत्यमुं सा च परस्परस्य ।
त्वं नेतृभावं हि तयोर्भवाब्धौ,
जिनेन्द्र नौनाविकयोरिवाख्यः ।।१२।।
અર્થ : — હે ભગવાન! જેમ સમુદ્રમાં હોડી નાવિકને અને નાવિક
હોડીને લઈ જાય છે તેવી જ રીતે સંસારી જીવ કર્મોની સ્થિતિને અને કર્મ
સંસારીજીવોને પરસ્પર જુદી જુદી અવસ્થાઓમાં લઈ જાય છે પરિણામે
હે જિનેન્દ્રદેવ! આપે સંસારરૂપી ઘોર સમુદ્રમાં પરસ્પર એકબીજાનું નેતૃત્વ
(વ્યવહારનયથી) કહ્યું છે. ૧૨.
सुखाय दुःखानि गुणाय दोषा -
न्धर्माय पापानि समाचरंति ।
तैलाय बालाः सिकतासमूहं
निपीडयंति स्फु टमत्वदीयाः ।।१३।।
અર્થ : — હે ત્રિભુવનપતિ! આપના શાસનથી બાહ્ય સર્વથા
એકાન્તવાદી જનો સુખની પ્રાપ્તિ માટે દુઃખોનું (પર્વત ઉપરથી પડવું,
અગ્નિમાં પ્રવેશ કરવો આદિ ઘોર દુઃખોનું ), ગુણોની પ્રસિદ્ધિ માટે
(હાડકાની ખોપરીઓની માળા પહેરવી, મૃગના ચામડાનું આસન રાખવું
ઇત્યાદિ) પ્રત્યક્ષ દોષોનું, ધર્મ માટે (અશ્વમેઘ, નરમેઘ અને નરપશુયજ્ઞરૂપ)
પાપોનું આચરણ કરે છે. આ પ્રમાણે હેયોપાદેય (હિતાહિત) જ્ઞાન રહિત
જીવ તેલની પ્રાપ્તિ માટે રેતીનો સમૂહ પીલે છે. ૧૩.
विषापहारं मणिमौषधानि
मंत्रं समुद्दिश्य रसायनं च ।
भ्राम्यन्त्यहो न त्वमिति स्मरन्ति
पर्यायनामानि तवैव तानि ।।१४।।