વિષાપહાર સ્તોત્ર ][ ૭૫
અર્થ : — હે ભગવાન! આશ્ચર્યની વાત છે કે સંસારી જીવો વિષ
દૂર કરનાર મણિ, ઔષધ, મંત્ર, રસાયણ અને કલ્પવૃક્ષ આદિની પ્રાપ્તિ
માટે અહીં તહીં ભટકે છે પરંતુ આપનું સ્મરણ કરતા નથી. જો કે મણિ
આદિ બધા શબ્દો આપના પવિત્ર નામના જ પર્યાયવાચી છે. ૧૪.
चित्ते न किञ्चित्कृतवानसि त्वं
देवःकृतश्चेतसि येन सर्वम् ।
हस्ते कृतं तेन जगद्विचित्रं
सुखेन जीवत्यपि चित्तबाह्यः ।।१५।।
અર્થ : — હે ત્રિભુવનારાધ્ય! આપના હૃદયમાં (વીતરાગ હોવાથી
રાગદ્વેષાદિ) કાંઈ પણ નથી પરંતુ જે મનુષ્ય આપને પોતાના હૃદયમાં
ધારણ કરે છે તેને વશ આખું જગત થઈ જાય છે એ આશ્ચર્યની વાત
છે. આપ મનરહિત છો તોપણ સુખેથી (અનંતજ્ઞાનાદિ ગુણોથી સંપન્ન
હોવાને કારણે) જીવો છો અથવા જેમના ચિત્તમાંથી આપ બહાર છો
તેઓ સુખપૂર્વક રહી શકતા નથી અને આપ અચિંત્ય હોવા છતાં પણ
અનંત સુખમાં લીન છો. ૧૫.
त्रिकालतत्त्वं त्वमवैस्त्रिलोकी –
स्वामीति संख्यानियतेरमीषां ।
बोधाधिपत्यं प्रति नाभविष्यं –
स्तेऽन्येऽपि चेद्वद्याप्स्यदमूनपीदं ।।१६।।
અર્થ : — હે જિનેન્દ્રદેવ! આપ ત્રણે કાળના જીવાદિ પદાર્થોને
યથાર્થરૂપે જાણો છો તથા ત્રણે લોકોના સ્વામી છો. આમ કહેવાનો
અભિપ્રાય એ નથી કે આપના જ્ઞાન અને પ્રભુત્વની સીમા આટલી જ છે
કેમ કે કાળ અને લોકની સંખ્યા નિશ્ચિત છે તેથી આપ ત્રિકાળજ્ઞાની અને
ત્રિભુવનપતિ કહેવાઓ છો. જો આ ઉપરાંત બીજા પણ અનંતકાળ અને
લોક હોત તો તે પણ આપના જ્ઞાન અને પ્રભુત્વમાં સમાઈ જ જાત. ૧૬.