ઇન્દ્રના જ આત્મસુખનું કારણ છે. જેમ કોઈ આદરપૂર્વક છત્ર ધારણ કરે
છે તો તેનાથી તેને જ છાયાદિરૂપ સુખની પ્રાપ્તિ થાય છે. તેનાથી સૂર્યનો
કાંઈ થોડો જ ઉપકાર થાય છે? તેવી જ રીતે ભગવાનની સેવા દ્વારા ઇન્દ્ર
સંસારનાશક અતિશય પુણ્યની પ્રાપ્તિ કરે છે. ૧૭.
પ્રતિકૂળ ઉપદેશ કેમ? ક્યાં ઇચ્છાથી પ્રતિકૂળ આપનો આ ઉપદેશ? અને
ક્યાં તેમાં સર્વ સંસારી જીવોનું પ્રિયપણું? આ બધું પરસ્પર વિરોધી હોવા
છતાં પણ વિરોધ રહિત યથાર્થ છે એમ મને દ્રઢ વિશ્વાસ છે. ૧૮.
ભવ્યજીવો પ્રત્યે કોઈ રાગ નથી તેથી વીતરાગી હોવામાં અને ઉપદેશ
દેવામાં કોઈ વિરોધ નથી. હિતકારી હોવા છતાં પણ તે ઇન્દ્રિયવિષયના
તુચ્છ ક્ષણિક સુખથી પ્રતિકૂળ છે કેમ કે ઇન્દ્રિયવિષય સુખનો વિપાક અત્યંત
કડવો છે છતાં પણ શિવસુખ આપવાનું મુખ્ય કારણ હોવાથી બધાને પ્રિય
છે તેથી આપના ઉપદેશમાં કોઈ વિરોધ નથી.