વિષાપહાર સ્તોત્ર ][ ૭૭
तुङ्गात्फलं यत्तदकिंचनाश्च,
प्राप्यं समृद्धान्न धनेश्वरादेः ।
निरम्भसोऽप्युच्चतमादिवाद्रे –
र्नैकापि निर्याति धुनी पयोधेः ।।१९।।
અર્થ : — હે પરમાત્મા! જેમ પર્વત જળરહિત છે પરંતુ સ્વભાવથી
જ ઉન્નત પ્રકૃતિ ધારણ કરે છે તેથી તેમાંથી ગંગાદિ અનેક નદીઓ નીકળે
છે અને જળથી સમુદ્ર સમુદ્રમાંથી એક પણ નદી નીકળતી નથી તેવી જ
રીતે હે ભગવાન! આપની પાસે પરમાણુમાત્ર પણ પરિગ્રહ નથી તોપણ
અનંતજ્ઞાનાદિ ગુણો દ્વારા અત્યંત ઉન્નત સ્વભાવ હોવાથી આપના દ્વારા જે
અનંત સુખાદિરૂપ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તે ધનપતિ કુબેરથી કદી થઈ
શકતી નથી. ૧૯.
त्रैलोक्यसेवानियमाय दण्डं
दध्रे यद्रिंद्रो विनयेन तस्य ।
तत्प्रातिहार्यं भवतः कुतस्त्यं,
तत्कर्मयोगाद्यदि वा तवास्तु ।।२०।।
અર્થ : — હે ત્રિલોક કે નાથ! ઇન્દ્રે ત્રણ લોકના જીવોની સેવા
કરવા માટે જે વિનયપૂર્વક દંડ ધારણ કર્યો હતો તેથી પ્રતીહારપણું ઇન્દ્રને
જ હો કેમ કે પ્રતિહારપણાનું કાર્ય તેણે જ કર્યું છે, આપને તે પ્રાતિહાર્ય
(પ્રતહારનું કાર્ય) કેવી રીતે હોય? અથવા બરાબર છે કે પૂર્વોપાર્જિત
તીર્થંકર પ્રકૃતિરૂપ કર્મના ઉદયથી અશોકવૃક્ષાદિ આઠ પ્રાતિહાર્ય હોય છે એ
કારણે તે કર્મયોગથી આપને પણ ‘પ્રાતિહાર્ય’ હો. ૨૦.
श्रिया परं पश्यति साधु निःस्वः,
श्रीमान्न कश्चित्कृपणं त्वदन्यः ।
यथा प्रकाशस्थितमन्धकार –
स्थायीक्षतेऽसौ न तथा तमःस्थम् ।।२१।।