૭૮ ][ પંચસ્તોત્ર
અર્થ : — હે જિનેશ્વર! દરિદ્ર મનુષ્ય ધનવાનને આદરભાવથી દેખે
છે પરંતુ આપના સિવાય બીજી કોઈ પણ ધનવાન વ્યક્તિ પુણ્યોદય રહિત
નિર્ધનને સારી રીતે જોતી નથી. તે યોગ્ય જ છે કારણ કે અંધારામાં ઉભેલો
મનુષ્ય પ્રકાશમાં ઉભેલા પુરુષને જેમ જોઈ લે છે તેમ પ્રકાશમાં ઉભેલો
પુરુષ અંધારામાં ઉભેલા પુરુષને જોઈ શકતો નથી. ૨૧.
ભાવાર્થ : — ઐશ્વર્યના મદથી અંધ સંસારના સંપત્તિશાળી મનુષ્યો
નિર્ધનો તરફ આંખ ઉઘાડીને જોતા પણ નથી પણ આપ શ્રીમાન્ હોવા છતાં
પણ જ્ઞાનાદિ સંપત્તિ રહિત મનુષ્યોને હિતનો ઉપદેશ આપીને સુખી કરો
છો. આ રીતે આપ સંસારના શ્રીમાનોથી ભિન્ન પ્રકારના જ શ્રીમાન્ છો.
स्ववृद्धिनिःश्वासनिमेषभाजि,
प्रत्यक्षमात्मानुभवेऽपि मूढः ।
किं चाखिलज्ञेयविवर्तिबोध –
स्वरूपमध्यक्षमवैति लोकः ।।२२।।
અર્થ : — હે જગતના નાથ! પોતાના શરીરની વૃદ્ધિ, પ્રાણધારણ
અને આંખના પલકારવાળા વાસ્તવમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરવામાં
પણ અશક્ત જીવો સ્વસંવેદન પ્રત્યક્ષથી આત્માને ક્યાંથી જાણી શકે?
અને જ્યાં પ્રત્યક્ષરૂપ સ્વાત્માને જ જાણતા નથી તો પછી કેવળજ્ઞાન-
સ્વરૂપ, અમૂર્ત અને ચિન્માત્ર એવા આપને કેવી રીતે જાણી શકે? અર્થાત્
જાણી શકે નહિ. ૨૨.
तस्यात्मजस्तस्य पितेति देव
त्वां येऽवगायन्ति कुलं प्रकाश्य ।
तेऽद्यापि नन्वाश्मनमित्यवश्यं
पाणौ कृतं हेम पुनस्त्यजन्ति ।।२३।।
અર્થ : — હે પરમાત્મા! આપ નાભિરાજાના પુત્ર છો અને
ભરતેશ્વરના પિતા છો આ પ્રમાણે આપના વંશનું વર્ણન કરીને જે મૂઢબુદ્ધિ